Posted by: malji | ફેબ્રુવારી 15, 2011

રીક્ષાવાળાઓ ની હડતાલ

વડોદરા માં આજકાલ રીક્ષાઓ ની હડતાલ ચાલી રહી છે અને તેના લીધે હજારો લોકો ને ભારે હેરાનગતી નો સામનો કરવા નો વારો આવ્યો છે. રીક્ષાકાકા, એકદમ જ લોકો ની નજર માં વિલન બનવા લાગ્યા છે, અને તે પણ તેમના લીધે જ. આમ તો હડતાલ બે જ દિવસ ની હતી પણ તેમનું કોઇ એ સાંભળ્યું નહી માટે ત્રીજા દિવસે પણ હડતાલ ને લંબાવવામાં આવી છે. તેમની માંગણી છે, કે ટ્રાફિક પોલિસ , રેલ્વે સ્ટેશન પાસે થી રીક્ષા ને જપ્ત કરે છે તેની જગ્યા એ દંડ વસૂલી કરે અને જપ્ત ના કરે. નો પાર્કિગ માં રીક્ષા પાર્ક કરવાની અને તેમાં પણ તમારી શર્તો પર પોલિસ ને કામ કરવાનું. વાહ, આ વાત સારી કહેવાય. સ્ટેશન પાસે ટ્રાફિક નો પ્રોબ્લેમ તો રીક્ષા ઓ ના લીધે જ છે. શટલિયા ઓ નો ત્રાસ એટલો છે કે ગમે તેમ , ગમે ત્યારે, અને ગમે ત્યાં રીક્ષા ઉભી કરી દેવાય છે. પોતાની સુધરવું નથી અને બીજા ને સલાહ આપવી છે. રીક્ષા ચલાવશે તો જાણે, માઇકલ શૂમેકર જોડે ફોર્મ્યુલા વન ની રેસ માં ઉતર્યા હોય. બિચારા પેસેન્જર તો એવું જ વિચારે કે મરી ગયા આજે !. આપણે ઘરે હેમખેમ પહોંચી એ તો સારું. તમે કોઇ મોલમાં થી શોપિંગ કરી ને બહાર નિકળો અને જો રીક્ષા કરવાની હોય તો, રીક્ષાકાકા, ભાડું લેવામાં કોઇ કસર નહી છોડે. મીટર તો નામ નું જ છે, બધા ને, ઉચ્ચક ભાડું જ લેવું છે. આટલા થશે, આવું હોય તો આવો નહી તો ચાલવા માંડો.


રીક્ષાકાકા, આ કલયુગ માં લોકો ને લૂટવાની કોઇ પણ તક ના જવા દે. હાલ, હડતાલ ચાલે છે, તો લોકો ની મજબૂરી ભાળી ને, ભાડું પણ ૩-૪ ગણું વસુલ કરવાનું ના છોડે. આજે સવારે મારે ગોરવા જવું હતું તો, મીટર થી આમદિવસો માં ૫૦ રૂપિયા થાય તો આજે રીક્ષાકાકા, કહે ૨૦૦ રૂપિયા થશે. હડતાલ માં પણ રીક્ષા તો  ચલાવી જ છે, અને ભાડું ૪ ગણું લેવું છે. તો ભાઇ હડતાલ શેની ? ચોમાસા માં પણ આજ હાલ થાય છે, સહેજ વરસાદ વધારે પડે અને પાણી ભરાવા ના ચાલું થાય કે તરત તેમના રીક્ષા ભાડા વધવા માંડે છે. પોતે તો મદદ કરે નહીં અને બીજા જે કરતા હોય તેમાં પણ અવરોધ નાખ્યા વિના ન રહે. વિટકોસ બસો ને રોકવામાં આવી તેમજ ડ્રાઇવર ને પેસેન્જર જોડે મારા મારી પણ કરવા માં પાછા ના પડ્યા. બસો પર પથ્થર મારો પણ કરવા માં આવ્યો. રીક્ષાકાકા, ના આવા વર્તન ને કારણે જ તે લોકો માં અપ્રિય થવા માંડયા છે.


સ્કુલમાં હતા ત્યારે, રીક્ષાકાકા જોડે સ્કુલે જવાની ખૂબ જ મજા આવતી હતી. પણ તેમનું આ રૂપ જોઇ ને હવે ખૂબ જ નવાઇ લાગે છે. થોડી તો માણસાઇ રાખો. તમારે વિરોધ કરવો હોય તો તેના ઘણા રસ્તા છે, નહી કે લોકો ને હેરાન પરેશાન કરો.. તમે જો સુધરી ને ટ્રાફિકનિયમો નું પાલન કરશો તો કોઇ ને અગવડ પણ નહી થાય. આજ વાત ટ્રાફિક પોલીસ ને પણ લાગું પડે કે જો તે ખોટી રીતે, રીક્ષાવાળા ને હેરાન કરતા હોય તો બંધ કરી દેવું જોઇએઅને પ્રામાણિકપણે કામ કરવું જોઇએ.

-Malji

Advertisements

Responses

 1. બિલકુલ સાચી વાત છે.
  પ્રવીણ શાહ

 2. સિક્કાને બે બાજુ હોય છે કઈ સાચી, કઈ ખોટી ? વડોદરા છોડોને ભારતમાં ટ્રાફીકના નિયમો કોણ પાળે છે ? ટ્રાફીક
  લાઈટે લોકો ટોળામાં ઉભા રહે છે- ડાબેથી કે જમણેથી પહેલા અને વહેલું નીકળી જવાય તે માટે!!!રેલ્વે ફાટકે પણ,
  ગુજરાતમાં આ દ્રશ્યો કૉમન છે વા એ પરંપરા છે…

 3. સાહેબ, કેમ છો ? મજામાં .
  હું વેદાંગ એ. ઠાકર વડોદરા નો વતની છું. અને તમે આ વડોદરા ના અત્યાર નો હોટ સમાચાર લાવ્યા, તેની સુગંધ આવતા આવતા હું તમારા બ્લોગ પર ખેંચાઈ આવ્યો. હું પેહલી વખત તમારા બ્લોગ પર આવ્યો છું. પણ મને વડોદરા ના વિષયો પર ના તમારા લેખ ગમ્યા. સાથે સાથે તમારી ગણપતિ પર બનાવેલી વેબસાઈટ બરોડીયન.કોમ પણ ગમી. કદીક આપ પણ મારા બ્લોગ પર પધારશો.
  http://vedangthakar.wordpress.com

 4. Thanks Vedang

 5. awsome

 6. blog is very nice. Like to read all post.

 7. aavu badhu chalya kare…!

 8. આ બ્લોગમાં હવે કેમ કોઈ પોસ્ટ નથી. છેલ્લી પોસ્ટ લગભગ સપ્ટેમ્બર-૨૦૧૪ ની છે.

 9. Ave a dost chahu tane
  Hi jevi make mane apnavu tane
  Hi chaku gai ne by be dhyan rahyo
  Mary Banbury by samjavu tane
  Dost tu ae j 6e ne hu y ae k 6u
  Nava sabndho sathe chahu tane
  Kay sushi by chahish tane
  Ae to buy na kahi shaky
  Pan Johanna antim svas
  Sudhi chahu tane
  aav dost hu chahu tane


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: