Posted by: malji | સપ્ટેમ્બર 15, 2009

સત્યવાન સજીવન થયો-માત્ર એક જ વાર

સાવિત્રી!
જાણું છું-
-તારા તપ અને તાપથી તારે મને પુનર્જિવિત કરવો છે
પણ
મારે ક્યાં સજીવન થવું છે, સાવિત્રી?
સ્વર્ગગંગાની ચિરજીવી સુધા
મારા કલાંત અંગોને ઉષ્મા કે ઉમંગ આપી શકે એમ નથી
સર્પદંશનું વિષ ભલે વ્યાપી રહેતું મારાં અંગેઅંગોમાં
મને તો અહીંનું હળાહળ પણ અમૃતમય લાગે છે, સાવિત્રી!
હું રહ્યો કલિયુગનો જીવ
સત્યવાન તો હું છું નહીં-હતો ક્યારેક? હું તો અસત્યવાન છું સાવિત્રી.
વટવૃક્ષની તારી અવિરત પ્રદક્ષિણાથી
કે અખંડ આરતીથી આ જીવ હવે શિવ નહીં થાય, સાવિત્રી!
મારા શવને તારા હ્રદય સ્પર્શથી શિવ બનાવવાનો પ્રયત્ન પણ
હાસ્યાસ્પદ છે, સાવિત્રી.
છોડી દે એવા સૌ શુભાશયી પ્રયાસો
સાવિત્રી,
સત્યવાન માત્ર એક જ વાર સજીવન થયો’તો
અને અમે સાવિત્રી
જે જીવિત નથી એને પુનર્જિવિત કરવાનો શો અર્થ ?

-મેઘનાદ ભટ્ટ

 

મિત્રો
મેધનાદ ભટ્ટ ની કવિતા, કોઇ પણ બ્લોગ પર થી કે વેબસાઈટ પર થી
કોપી કરવામાં આવી નથી, દિવ્ય ભાસ્કર સાથે મારી વાત થઇ તેમની
પાસે, મેધનાદ ભટ્ટ ના સંગ્રહ નો કોપી રાઇટ્સ છે, તેમ તેમનું કહેવું
છે. અને તેમણે પણ આ કવિતા પહેલા છાપાં માં છાપી છે, સાથે લેખ
પણ છે, તમે બન્ને કવિતા સરખાવી શકો છો, જોડણી માં તફાવત દેખાશે,
તમે જાતે જ ખાત્રી કરી લો.

http://www.divyabhaskar.co.in/2009/04/12/0904121815_suresh_dalal_gujarati_poem.html

Advertisements

Responses

  1. kharekhar saras “sau maanvi jo aavu mane to
    dharti par kaliyug nahi pan swarg in bhati thay

  2. સર, મને ગુજરાતી નવલકથા વાંચવાનો ખુબ શોખ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: