Posted by: malji | સપ્ટેમ્બર 11, 2009

મોદી એ તો ભારે કરી

ગઇ કાલે, મોદી વડોદરા માં હતા, અને પહેલી વાર એમ બન્યું કે
તે શહેર માં આવ્યા તો લોકો ખુશ નહી થયાં હોય. કારણ જાણવા
જેવું છે. એમાં વાંક  કદાચ મોદીજીનો ન પણ હોય, કારણકે, ટ્રાફિક

વ્યવસ્થા તો તેમણે થોડી જોવાની હોય, તે તો જે તે શહેર ના

અધિકારીઓ ની જવાબદારી છે.

મોદી સાંજે આવવાના હતાં, અને બપોર થી જ ઘણા રૂટ ની સીટી
બસ ને બંધ કરી દેવા માં આવી હતી. કાલે વળી મને શું મનમાં થયું
તો હું વળી રોજ  ઓફીસ થી રોજ ૮ વાગે રાત્રે નીકળું છું અને ગઇ કાલે
હું ૫.૩૦ વાગે નીકળી ગયો. અને બોસ જે ફસાયો કે વાત ના પૂછો,
મોદી આવવાના હતાં તે માન માં વડોદરાની ટ્રાફિક પોલીસે તો જાણે
કરફ્યુ લગાવ્યો હોય તેમ બધાજ રોડ પર દોરડા બાંધી ને બંધ કરી દીઘા,
અને શું ટ્રાફિક જામ થયો છે બોસ, લાંબી લાઇન લાગી કાલાઘોડા થી લઇ ને
અલકાપૂરી સુધી. હું અલકાપૂરી થી વળી ને જેતલપૂર થી ગયો અને ત્યાં
પણ આ જ હાલત, જેલરોડ પણ બંધ, જેમ તેમ કરી ને બહાર આવ્યો
અને કાલાધોડા બ્રીજ પાર કરી હનુમાનજી ના મંદીરે મોદી ને જોવા ઉભો
રહ્યો.

અને ૧૦ મીનીટ પછી ગાડીઓ નો કાફલો પસાર થયો, ૧૫-૨૦ ગાડીઓ હતી
સાથે ૧૦૮ પણ હતી. એ ખબર ના પડી કે ૧૦૮ કેમ સાથે હતી? હવે સાંજ ના
ઓફીસ અવર્સ માં તમે, વડોદરા જેવા સીટી માં કે જ્યાં રસ્તા પણ બહુ ખાસ
મોટા નથી અને પાછું ઓવર બ્રીજ નું કામ ચાલતું હોય અને આવી રીતે
ટ્રાફીક રોકી દો તો શું હાલત થાય. લોકો બીચારા ૨ કલાક પછી તો ઘરે પહોંચ્યા.
ત્રાસ ત્રાસ થઇ ગયો, ટ્રાફિક માં.

ટ્રાફિક પોલીસ, એ પોતાની મનમાની કરીને બધો ટ્રાફિક રોકી લીધો, કે
જેથી મોદી ફટાફટ નીકળી શકે,  હવે તો હેલીકોપ્ટર વાપરતા પણ નેતા
ઓ ને બીક લાગશે. (થોડો ટાઇમ)  નહી તો મોદી સીધા પોલોગ્રાઉન્ડ પર જ
ઉતરત. આ જ વસ્તુ ને થોડા પ્રી પ્લાન થી અને ટ્રાફિક વ્યવસ્થિત ડાઇવર્ટ
કર્યો હોત તો , આટલો પ્રોબ્લેમ ન થાત. અને, હજારો લોકો ટ્રાફિક માં ન
ફસાત.

તેમાં વળી સીએનજી વાળા ને મજા પડી ગઈ, કારણકે સીટી બસ નહોતી

ચાલતી માટે મોં માગ્યા પૈસા મળ્યા. આમેય ઘણા રીક્ષા વાળા, આવા સમય નો

ફાયદો ઉઠાવે છે, અને લોકો ને બીંદાસ લૂંટે છે. માનવતા હવે ક્યાં રહી છે. 

બધા, ઉસ્તાદ છે.

-મલજી

Advertisements

Responses

 1. મલજી ભાઈ ખરેખર આ વિકટ પ્રશ્ન છે મોદી જી સો ટકા મહત્વ ના વ્યક્તિ છે તેમની સુરક્ષા પણ ખુબ જરૂરી છે પણ લોકશાહીમાં રાજા તો આખરે પ્રજા જ છે તમને જે મુશ્કેલી પડી તેની તમે વાચા આપી પણ એવા ઘણા હશે જેમને પડેલી મુશ્કેલીઓ સમય ના ચક્રમાં ગરકાવ થઇ ગઈ …આમાં પૂર્વ આયોજન ખુબ જરૂરી છે પણ જો તે આયોજન માં પ્રજા ને મુશ્કેલી પડે તો તે આયોજન ભૂલથી ભરેલું છે

 2. બરોડાનાં રસ્તાઓ જ બિસ્માર છે. મોદીનો કોઈ વાંક હું આમાં જોતો નથી.

 3. કાર્તિકભાઇ,આમાં વાંક મોદીનો નથી, પણ જેમણે આડેધડ રસ્તા રોકી દીધા તે,
  ટ્રાફિક પોલીસ અધિકારી ઓ નો છે, અને રસ્તા તો પહેલે થી જ એવા છે,
  માટે રસ્તા ઓ નો પણ દોષ ન કઢાય, કારણ કે મોદી આવ્યા ત્યારે આવું થયું
  રોજ તો આમ થતું નહોતું.

 4. “લોકો બીચારા ૨ કલાક પછી તો ઘરે પહોંચ્યા.”

  Here in Mumbai it’s an average time for us to reach and come back from the work place 😉

 5. વડોદરામાં નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત ન હતી. આ અગાઉ તેમણે ગણેશોત્સવમાં વડોદરાના ગીચ વિસ્તારોની સાંકડી ગલીઓની મુલાકાત પણ લીધેલી છે. ત્યારે આવી સમસ્યા સર્જાઇ ન હતી પણ આવખતે તો પોલીસે હદ કરી હતી. આખું વડોદરા જાણે સ્થગિત કરી દેવાયું હતું. હજારો માનવકલાકો વેડફાયા. મોંઘુદાટ ઇંધણ વેડફાઇ ગયું. ટ્રાફિકના ઘોડાપૂર છૂટયાં ત્યારે આખા શહેરમાં ધુમાડો ધુમાડો થઇ ગયો હતો. અને આ બધું એટલા માટે નહીં કે લોકોનો કોઇ નેતા લોકાના પ્રશ્નો પૂછવા આવ્યો હતો. મોદી માત્ર આમંત્રિતો માટેના એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા તેની સજા આખા વડોદરાએ ભોગવી. આ માટે કસુરવાર છે ટુંકી બુદ્ધીના પોલીસ અધિકારીઓ જેમના માટે સામાન્ય નાગરિક એટલે રમકડાંથી વિશેષ નથી.

 6. Modi no vank kadhvo jaruri nathi, vank prasan no 6. Tame bhale tamara shabdo thaki Modi e to bhare kari em sahelai thi kahi didhu, parantu to pa6i media ma n aapna ma su farak rahyo????

  Aakhi paristithi samjya pa6i sachchai lakhvi e aapni faraj 6.

  Aamto hu pan ananad chaudas vakhte ganapati sarjan na karne bhuj heran thayo’to!!!! eno arth e thai ke GANAPATI ji e to BHARE kari??

  R|Ema ganapati no thodo vank??????

 7. આશિષ ભાઇ, તમે વડોદરા માં જ રહો છો તો તમને ખબર હોવી જોઈએ, કે
  ગણેશ વિસર્જન ના દિવસે તો કેવી હાલત હોય છે, અને તમે તેવી હાલત માં
  બહાર નીકળો તો, તમારો વાંક કહેવાય નહી કે ગણેશજી નો.
  મોદી આવવાનો હતો તે કંઇ કલાક પહેલા નક્કી નહી થયું હોય. માટે, પ્રશાસન
  એ પ્રો એકટીવ થઇ ને ન્યુઝ માં આપવું જોઇતું હતું કે, તે દિવસે સાંજે ટ્રાફિક
  એ આ પ્રમાણે ડાઇવર્ટ કર્યો છે, વગેરે વગેરે… મોદી નો વાંક તો છે જ નહી.વાંક
  છે, છેલ્લા સમયે આડેધડ ટ્રાફિક રોકનારા ઓ નો…

 8. sachi vaat chhe,,neta e samajvu joiea…aapni jagya e amne pota ni jaat ne muki ne vicharvu joiea..boss aa gujarat chhe..

 9. z plus security ma avuj hoy saheb,vhela nikalo tame .modiji lokona kam matej baroda avela farava mate nahi.cm ni salamati mate thodu sahan karvu pade,lakho loko na adarsh chhe modi,tame nahi ok

 10. @ For Ramesh bhai., 1st ke te loko na kaam mate nahata aaviya, te ek samarabh ma aaviya hata je private hato. beju ke, aa ma modi no vaak nathi.. vaak che aapdi Traffice police no jemne game tem rasta bandh kari dhidha hata. Modi ne aavana kai 1 hour pahela nahatu nakki thayu.. preplan and loko ne inform karva ni javabdari traffic police and commissior ni hati.. jema te chuki gaya mate loko heran thaya.. hamana thoda vakhat pahela j Manmohan singh, ni gadi o na kafla mate traffic rokai gayo hato and ek bicharo comman man rasta ma j expire thai gayo.. mate… CM hoi ke PM its not acceptable at all… at any cost..

 11. A ma koino vaka nathi .

 12. Hey Guys You All are lucky….& Our Gujrat also.. K tamari pase Modi che………

 13. Wadodarana Bismar Rasta Modiji na Lidha Sudhri Rahyachha Parantu Bapla Laghumati Wistaroni Kafdodi halat Chh ,Kamka Temnu RepreasentasanSunya Chh Modiji Wechr Karea A Jarurichha.,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: