Posted by: malji | ઓગસ્ટ 23, 2009

વિધ્નનાશક ગણેશ ની ઉત્પત્તિ

Check Out This year Ganesh Utsav of Vadodara City with us,

Log in www.barodian.com for ganeshji pictures.

વિધ્નનાશક ગણેશ ની ઉત્પત્તિ ની કથા આ પ્રમાણે છે:

 ભગવાન શંકર જ્યારે બીજી વખત તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ વિચાર્યું કે,

 પોતાની પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી તેમણે

પોતાના ગણ તરીકે એક ઉત્તમ આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવા વિચાર્યું. પાર્વતીએ

પોતાના શરીરના મેલમાંથી એક  સોહામણા પુરુષનું સર્જન કર્યું, અને તેમાં પ્રાણ પૂર્યા,

અને તેને દ્વારપાળ બનાવ્યો. ગણેશજીએ માતાને વંદન કરી કહ્યું કે, મારે શું કામ

 કરવાનું છે? મને આજ્ઞા આપો. પાર્વતીએ ગણેશના હાથમાં દંડ આપી આજ્ઞા કરી કે,

 પોતાના  નિવાસસ્થાનમાં કોઇ પ્રવેશે નહિ, અને દ્વાર આગળ  ચોકી કરવા કહ્યું.
 
 

પાર્વતી માતાએ દ્વારપાલ તરીકે પોતાની નિયુકિત કરી હતી તેથી ગણેશજી

કોઇ ને આવાસમાં આવવા દેતા નહી. એક દિવસ પાર્વતી સ્નાન કરવા બેઠાં

 હતાં, ત્યારે તપશ્રર્યા કરી પાછા ફરેલા શિવજીએ ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે

 તેમને અટકાવ્યાં , કારણ કે ગણેશ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું કે, મારી

માતા સ્નાન કરવા બેઠાં છે, માટે થોડી વાર પછી આવજો.

 શંકરે પોતાના ધરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું ; અરે ! ઓ મૂર્ખ ! હું

પાર્વતીનો પતિ છું. તું સાક્ષાત્ શિવજીને તેમને ઘરમાં જતા રોકે છે ? ગણપતિ એ 

તેમને દંડ વડે પ્રહાર કરતાં કહ્યું ” હું પાર્વતી નો ગણ છું, માતા પાર્વતી ની આજ્ઞા

થી ગૃહની ચોકી કરતો હોવાથી ગૃહપ્રવેશની મનાઇ છે, માટે હું કોઇ ને ગૃહ માં

પ્રવેશ કરવા  નહિ દઉં”

 

શંકરે પોતાના ગણોને પૂછયું કે, આ કોણ છે? ગણોએ ગણપતિને કહ્યું કે,

જો જીવતા રહેવું હોય  તો નાસી છૂટો, અમે શંકર ના ગણો છીએ. ગણેશે

કહ્યું કે, મને મારી ફરજ બજાવવા દો. શંકરની સૂચનાથી એમના ગણો શસ્ત્રોના

પ્રહાર કરવા લાગ્યા. શિવગણો અને ગણપતિ વચ્ચે તુમુલ યુધ્ધ થયું.

 શિવજીની સૂચના થી એમના ગણો શસ્ત્રો ના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ

ગણેશજીએ, મોટી ભૂંગળો લઇ સૌને ઘાયલ કર્યા. શિવજી એ લીલા કરીને

ગણોનો ગર્વ ઉતાર્યો.ત્યાર પછી કાર્તિકેય ગણેશ સામે શસ્ત્ર-અસ્ત્ર દ્વારા યુદ્વ કરવા

લાગ્યા, પરંતુ ગણેશે સર્વ શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર નિષ્ફળ બનાવ્યા.

 

પાર્વતીજી એ મોકલેલી બે ‘શકિત’ ની સહાયથી ગણેશે સર્વ ગણોને આકુળવ્યાકુળ

બનાવી દીધા.

 અરે! ભગવાન વિષ્ણુ ગણેશ સામે યુદ્વ કરવા સજ્જ થયા તો ગણેશે તેમના પર

પણ પ્રહાર કર્યો.

ત્રિશૂળ લઇ લડવા આવેલા શિવજીનું ત્રિશૂળ ભૂંગળ દ્વારા નીચે પાડી દીધું. વિષ્ણુ

અને ગણેશ વચ્ચે તુમુલ યુદ્વ તો ચાલતું જ હતું, તે દરમિયાન શિવજીએ

સમયસૂચકતા વાપરી ગણેશ નું મસ્તક  છેદી નાખ્યું.

 નારદજી એ પાર્વતી ને સમાચાર આપ્યા કે, મહેશે ગણેશ દ્વારપાલ નું મસ્તક

છેદી નાખ્યું છે. શિવગણો તો હર્ષવિભોર બની નાચી ઊઠ્યા. પાર્વતીજી ને ક્રોધ

કરીને પ્રલય અર્થે અસંખ્ય શકિતઓ ઉત્પન્ન કરી; આ મહામાયાઓ પ્રલય કરવા

અને યુદ્વ કરવા જ આવેલી. સર્વ દેવો, યક્ષો, મુનિવર્યો, રાક્ષસો વગેરેનો સંહાર કરવા

આજ્ઞા આપી હતી. શકિતદેવી ઓએ હાહાકાર મચાવી દીધો ! આ હત્યાકાંડ થતો

અટકાવવા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે પ્રાર્થના કરે કે અમારો અપરાધ થયો છે

 માટે અમારા પર પ્રસન્ન થઇ ક્ષમા કરો. પાર્વતીજી ને શાંત થવા કાલાવાલા કર્યા

અને આ અનર્થ અટકાવવા સ્તુતિ કરી.

 પાર્વતીજી એ કહ્યું કે, મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ આ અનર્થ અટકે, નહિતર 

શકિતદેવીઓ, આ મહામાયાઓ સર્વ નો સંહાર કરી નાખશે. તે જગતમાં  કલ્યાણકારક

અને સર્વ નો અધ્યક્ષ બને  તો જ મારા હ્રદય ને શાંતિ થશે, અને આ લોકમાં સૌ

સુખ-શાંતિ પામશે. વળી, મારો પુત્ર જીવંત બની જગતમાં પૂજનીય અને વંદનીય બને

તેમ કબૂલ કરતા હો તો જ ત્રણેય લોક માં શાંતિ સ્થપાશે.

 શંકરે કહ્યું ” હે દેવર્ષિઓ! તમે ઉત્તર દિશા પ્રતિ પ્રયાણ કરો, અને જે કોઇ પ્રથમ મળે

તેનું મસ્તક  લઇ આવો. આથી શિવગણોએ માર્ગ માં સૌપ્રથમ મળેલા હાથીનું મસ્તક

લાવી ગણેશના ધડ પર રાખી દીધું. ભગવાન શંકરે મંત્રેલું જળ ગણેશ ના શરીર પર

છાંટી જીવતદાન આપ્યું.

 

પુત્રને જીવંત જોઇ પાર્વતી એ પ્રેમ થી તેડી લીધો, અને વાત્સલ્યપ્રેમની વર્ષા

કરી. પાર્વતીજીએ  તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું કે, ” તું સર્વ દેવોમાં

સર્વપ્રથમ પૂજાનો અધિકારી થશે. ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તારી પૂજા કરનારનાં

વિધ્નો દૂર થશે અને પૂજન કરનાર રિદ્વિસિદ્વિ  ને પામશે. જેમ અમારી પૂજા લોકો

કરે છે તેમ સૌપ્રથમ લોકો તારી પૂજા કરશે અને તેં આપેલા વરદાન ફળશે.”

 ત્યાર પછી શિવજીએ ગણેશને વરદાન આપ્યું કે,” હે ગજાનન! ભાદરવા સુદ ચોથના

દિવસે  ચંદ્રોદય થતાં રાત્રિના પ્રથમ પ્રહરમાં તમે પાર્વતીના ચિત્ત માં પ્રાદુર્ભાવ

પામ્યા હોવાથી તે  પરમ પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમારું અર્ચનપૂજન

જે કરશે તેઓ જરૂર મનોવાંછિત ફળને પામશે.”

 ત્યાર બાદ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા કરવા ઉત્સવ નું આયોજન થયું.

સર્વ દેવો એ  એકત્ર થઇ ને ગણપતિ નો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યોઃ

” હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિર્હવામહે |
  પ્રિયાણાન્ત્વા પ્રિયપતિર્હવામહે ||
નિધિનાન્ત્વા નિધિપતિર્હવામહેવ્વોસોમમ્ |
  આહમજાનિ ગર્ભધમા ત્વમનાસિગર્ભઘમ્ ||”

 પછી દેવોએ ભકિતપૂર્વક શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીએ પોતાના ખોળામાં

ગણેશને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે.

ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ  ગણપતિની અધ્યક્ષપદે

પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.

 

કહેવાય છે કે, એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહ નો વિવાદ

થયો. બંને  પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.

બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.

 

માતા-પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા

 છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી

પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”

 

કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી

 એ ચતુરાઇ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી

તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે

મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે , જે

કોઇ વ્યકિત માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને

 પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યાના ફળ ની પ્રાપ્તિ થાય છે. માતા-પિતાનાં ચરણની

સેવા એ જ ઉત્તમ તીર્થ છે.

 માતા-પિતા ગણેશ ની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.

ગણપતિ વિવાહ નો ઉત્સવ

 વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’

અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ

યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહ નો ઉત્સવ ભવ્ય રીતે

ઉજ્વ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ

 સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની

 કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિ ની કુખે ‘લાભ’ નામે પુત્રરત્ન નો જન્મ થયો.

 

આ બાજુ કાર્તિકેય ને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણા

ને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશ નો વિવાહ દેવાંશી રૂપવાળી

બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ

આપ્યો છે.

 કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇ ને વસ્યા. ત્યાર બાદ

કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાશ થી

દક્ષિણ માં આવી શ્રી શૈલ પર રહ્યાં.

 

કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પચે ઉદ્વેગથી

મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતાં. પુત્રવિયોગ

અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર  ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’

નામે જ્યોતિર્લિગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં. ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી

અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેય નાં દર્શને જતાં હતાં. કાર્તિકી

પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેય નાં દર્શન કરે ચે તેને ઇષ્ઠસિદ્વિ પ્રાપ્ત

 થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.

 ગૌરીપુત્ર ગણેશ નો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો

ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા

માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં,

‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.

 

મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરવાની કલ્પના કરી ત્યારે બ્રહ્માએ

 સૂચન કર્યુ હતું કે, “કાવ્યસ્ય  લેખનાર્થાય ગણેશઃ સ્મર્ણતાં મુને

|” હે મુનિશ્વર ! આપ આ કાવ્ય માટે ગણેશનું સ્મરણ કરો.

 કાર્યો ને પૂર્ણ કરવા અને તેમાં વિધ્ન ન આવે તે માટે રુદ્વ અને બ્રહ્મા

એ વિધ્નહર્તા વિનાયક ને  ’પુષ્યદંત’ વગેરે ગણોના અધિપતિ બનાવ્યા

હતા. જનમાનસ પર વિધ્નનાશક શ્રીગણેશ નો અનેરો  અને અનોખો

પ્રભાવ છે.

 લિંગપુરાણ માં ઉલ્લેખ છે કે, ભગવાન શંકરે ગણેશ ને આશીર્વાદ આપ્યા

હતા: ” હે વિનાયક! તમારી પૂજા સિવાય મંગલકાર્ય અમંગલ બનશે. ત્રિવેદો

ના અર્ચનપૂજન માં પણ સર્વપ્રથમ તમે જ પૂજાશો, તમારી અગ્રપૂજા કર્યા વિના

કોઇ નું કાર્ય સિદ્વ થશે નહિ.”

 બદલાતી માન્યતા ઓ અનુસાર ગણેશ નું બાહ્ય સ્વરૂપ પણ બદલાતું રહ્યું છે.

સત્યયુગ માં ગણેશ  ને દસ હાથ હતાં અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતાયુગ માં

તેમને છ હાથ અને એમનું વાહન મોર હતું.

 દ્વાપરયુગ માં ચહેરો હાથી નો અને ચાર ભુજાઓ હતી, આખરે કળિયુગ માં

તેમના બે હાથ અને ગૌર વર્ણ થયો. સત્યયુગ અને ત્રેતાયુગમાં ’વિનાયક’ અને

દ્વાપર તથા કળિયુગ માં ’ગજાનન’ કહેવાયા.

 ગણેશ ની પ્રતિમાઓ બેઠેલી, ઊભી અને નૃત્ય કરતી મુદ્રા ઓમાં જોવા મળે છે.

 તેમનો રંગ પીળો, સફેદ કે લાલ હોય છે. કેટલેક ઠેકાણે તેમનું સ્વરૂપ આ

પ્રમાણે હોય છેઃ

 મુખ હાથીનું, વિશાળ નેત્રો, મોટું પેટ, ચાર ભુજા,સર્પનું યજ્ઞોપવીત, કાન વળેલા,

 વિશાળ સુંઢ, એક દાંત, સ્થૂળ ફાંદ, ઉપર ના જમણા હાથમાં પોતાનો દાંત, નીચેના

હાથ માં કમળ, ડાબી તરફ ના ઉપર ના હાથ માં મોદક, અને નીચે ના હાથ માં પરશુ,

રિદ્વિ અને સિદ્વિયુક્ત આ વિધ્નહર્તા વિનાયક નું વાહન મુષક છે.

 ગણેશ પુરાણ અનુસાર ગણેશની જન્મતિથિ માઘ શુક્લ ચતુર્થી છે, પરંતુ ભાદરવા સુદ

ચોથનેજ (ગણેશચતુર્થી) ગણેશ જન્મ તરીકે ઉજ્વવામાં આવે છે.

 પુરાતન કાળ થી ગણપતિની વિવિધ પ્રકાર ની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવતી હતી,

એનું કારણ છે કે, ગણપતિ એ ’લોકદેવતા’ છે. “ગણપતિ ” નો અર્થ “લોકનાયક” એવો

થાય છે.

” સર્વ મંગલ માંગ્લયે શિવે સર્વાર્થ સાધિકે |
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ||”

 

Advertisements

Responses

 1. Hi
  short & sweet, with all information on Sri Ganesh.
  Thank

 2. good information.

 3. Dear Malji,
  Appriciable move, real good information.
  SHAILEN

 4. હમણાં ચિત્રલેખામાં પણ શ્રીનાથજી ના સ્વરુપમાં ગણેશજી ને જોયા.

  અહીં ગણેશજીના અનેકવિધ સ્વરુપ માણતા આનંદ થયો.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: