Posted by: malji | ઓગસ્ટ 15, 2009

ચીસ કોઇ સંભળાઇ !

ડૂસકાંની ઊંડી ખાઇ ગાંધીથી દિલ્લી સુધી !
છે બહુ મોટી ભવાઇ ગાંધીથી દિલ્લી સુધી !

મુક્ત થાશું! મોજ કરીશું! એ જ આશામાં જુઓ
કેટલી કબરો ચણાઇ ગાંધીથી દિલ્લી સુધી !

દોસ્તો! પાગલની પેઠે રાતદિન શોધ્યા કરો-
ગુમ થઇ છે માણસાઇ ગાંધીથી દિલ્લી સુધી !

શ્વાસ લેવા દોહ્યલા ; પ્ન ‘સબ સલામત’ની છડી
છે ગજબ ની ઠાવકાઇ ગાંધીથી દિલ્લી સુધી !

એ જ છે ડુબાવનાર! એ જ તારણહાર પણ –
જેણે બાંધી છે સગાઇ ગાંધીથી દિલ્લી સુધી !

એને પણ આલાપ માનીને ધુરંધર ખુશ થયા!
ચીસ કોઇ સંભળાઇ ગાંધીથી દિલ્લી સુધી !

હુંય જાણું છું, ‘મુસાફિર’! સ્વર્ગ ત્યાં વહેંચાય છે;
પ્હોંચ ક્યાં છે મારી ભાઇ! ગાંધીથી દિલ્લી સુધી !

-‘મુસાફિર’ પાલનપુરી

Advertisements

Responses

  1. Nice one.

    Sapana

  2. યાદ કરો ૧૯૪૭ની સાલને સરખાવો એને ૨૦૦૯ સાથે.
    મનને થાશે અમન.કેવું સરસ છે ગાંધીથી દિલ્હી સુધી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: