Posted by: malji | ઓગસ્ટ 13, 2009

હથેલીમાં

કિસ્મત લખી દે ખુદ તું તારી હથેલીમાં,
કે પછી અટવાઇ જા જીવન પહેલીમાં.

જ્યાં મળે ને જે મળે તક ઝડપી તું  લેજે,
અટકી જઇશ, જો તું રહીશ તક આ કે પેલીમાં.

તું સમજ ના થઇ ગયું બધુંય ધૂળધાણી,
પણ કશું શુભ હોય છે કુદરતની કેલિમાં.

તું ફળીમાં જેમની બસ રાહ જોતો’તો,
ક્યાર ના આવીને બેઠા છે એ ડેલીમાં.

ભાગ્ય સાથે સંધિ કર તો આવશે ‘આનંદ’
રહીને કુટિરમાં તું સમજ, રહે છે હવેલીમાં.

અશોક જાની

 

Advertisements

Responses

  1. સુંદર ગઝલ…

  2. ભાગ્ય સાથે સંધિ કર તો આવશે ‘આનંદ’
    રહીને કુટિરમાં તું સમજ, રહે છે હવેલીમાં.

    khub sundar saheb

  3. bhagya saathe sandhi kar to aawshe “aan-nand”
    rahine kutirma tu samaj , rahe che HAVELIMA

    Bahuj sun-dar ….

  4. bhagya saathe sandhi kar to aawshe “aan-nand”
    rahine kutirma tu samaj , rahe che HAVELIMA

    Bahuj sun-dar ….

    Ch@ndr@

  5. khub sari chhe


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: