Posted by: malji | ઓગસ્ટ 12, 2009

આવે રે ઘનશ્યામ

આજે ચંચલ, હસતી પલપલ દે સંકેત ઇશાન,
                                   ઘર આવે રે ઘનશ્યામ

                             સિન્ધુ પરથી વાય સમીરણ,
                               ડોલે રે મન ડોલે વનવન,

પાંખો વીંઝી મસ્ત વિહંગમ ગાતાં વંદન ગાન…ઘર

                             આવે રે પ્રિયતમ આવે
                               આવે સુંદરતમ આવે,
                            રે સાગર કેરી સેજ તજી,
                          ને ઇન્દ્રધનુષનો મુગટ સજી,

વીજસુદર્શન હસ્ત ધરી આવે નયનાભિરામ..ઘર

    પૂર્વ ગગન માં ઊડે હો ઊડે રથની રેણુ,
    દિગદિગન્તરાલે એની ગાજે મનમોહન વેણુ,
                     વિરહાકુલ વસુધા-ગોપી
                     એ ઉત્સુક નયને જોતી

 

આવે સુંદર, નીલ મનોહર એનો જીવન પ્રાણ…ઘર

            સ્નિગ્ધ સજલ સોહે અંબરતલ,
               હર્ષે છલછલ, વીજે ઝળહળ,

એ વત્સલનર પગલે રે જાગે સંજીવન ગાન
દિશ દિશ છલકે અમૃતમય એની કરુણાનાં દાન..ધર

-નાથાલાલ દવે

 

Advertisements

Responses

  1. excellent

  2. khub saras ….

  3. kub sundar

  4. kharekhar bahuj saras

    Ch@ndr@


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: