Posted by: malji | ઓગસ્ટ 9, 2009

ગુજરાતી શાયરી ભાગ-૨૧

તમારા સુંવાળા અધરની આ લાલી,
ચમન માં ગુલાબો ની મોસમ બની છે,
તમારાં જ સ્મિતો એ રંગો દીધા છે,
તમારી જ વાણી ફોરમ બની છે.

-બેફામ

વ્હાલસોયી હતી આપણી વેદના,
આપણે સામે ચાલીને વ્હોરી હતી.

-ભગવતીકુમાર શર્મા

દૂરતા આવી રહી છે આપણા સંબંધમાં,
કોક ભીને પગે ફરે છે રોજ રણને પટ છતાં.

-ચિનુ મોદી

કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી,
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

-ઘાયલ

વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે.

-ઘાયલ

 

Advertisements

Responses

  1. બધા જ શેર અને મુક્તકો આસ્વાદ્ય છે…

  2. વિશેષ કવિઓ
    + વિશેષ રચનાઓ
    + સવિશેષ આપનું યોગદાન
    —————————————
    = અમને વિશેષ આસ્વાદ ની અનુભૂતિ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: