Posted by: malji | ઓગસ્ટ 6, 2009

ગુજરાતી શાયરી ભાગ-૨૦

એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડાતી જાય છે.

-નયન દેસાઇ

છો આપ ફરી બેઠાં મુજથી એમાંય વિધિનો ભેદ હશે,
બરબાદ થતું જીવન આજે ફુરસદ ની પળે જોવાઇ ગયું.

-ગની દહીંવાલા

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

-મરીઝ

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
નામ-સરનામાં વગરનાં કાગળોની જેમ છે.

-ચિનુ મોદી

ઊતરી ગયાં છો આપ નજર થી હ્રદય સુધી,
પહોંચી ગઇ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તજારની મઝા એટલી ગમી,
જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી.

-શિવકુમાર સાઝ

Advertisements

Responses

  1. સુંદર સંકલન…

    શિવકુમારનું મુક્તક તો ખૂબ જ ગમી ગયું…

  2. khub shrsh, sivkumar is v. nice

  3. darek shayari ma sandsho che
    khubaj sundar.

    Ch@ndr@

  4. જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી.
    સુંદર શેર ના રસીલા ઘૂંટ એક પછી એક પીવાની મજા આવે છે

  5. Nice collection.

  6. Shivkumar saaz, Bhai Dil Khush thai gayu…aaj rite shayri chalu rakhjo..wah! wah!

  7. ધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
    નામ-સરનામાં વગરનાં કાગળોની જેમ છે.
    -ચિનુ મોદી
    I liked this one !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com

  8. બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
    નામ-સરનામાં વગરનાં કાગળોની જેમ છે.

    -ચિનુ મોદી

    ભાઈ !.. ભાઈ ..!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: