Posted by: malji | ઓગસ્ટ 4, 2009

લાખ ટુકડા કાચના

એટલા તો ક્યાં ચે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.

સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.

ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.

છે ઘણો નાનો તફાવત, માત્ર દ્ર્ષ્ટિકોણ નો;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.

રાહ તારી જોઉં છું દર્પણ ના સીમાડા ઉપર,
આવવાતો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં.
બેસી ગણતો હોય ઇશ્વર લાખ ટુકડા કાચના.

કંઇક વસ્તુ ઓ ફકત દેખાવ થી બનતી નથી.
ક્યાં રચી શક્તા સમંદર લાખ ટુકડા કાચના?

જિંદગીને સ્થિર કશો આકાર કઇ રીતે મળે?
સ્થાન બદલે ચે નિરંતર લાખ ટુકડા કાચના.

-હેમેન શાહ (લાખ ટુકડા કાચના-૧૯૯૮)

 

Advertisements

Responses

  1. રાહ તારી જોઉં છું દર્પણ ના સીમાડા ઉપર,
    આવવાતો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

    Wah wah…!!

  2. રાહ તારી જોઉં છું દર્પણ ના સીમાડા ઉપર,
    આવવાતો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના

    very nice…….

    Nishit Joshi

  3. pahelaa chaar sher bahu j majaanaa chhe.

  4. શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં.
    બેસી ગણતો હોય ઇશ્વર લાખ ટુકડા કાચના.

    khub sarash

  5. waH………….SAVAR SAVAR MA SUNDAR RACHANA VANCHI NE SUNDAR DIVAS THAYE GAYO……..AABHAR……..DIL THI………AABHAR.

  6. KHAR KHAR AHAKHI RACHAN KHUB SARHSH CHA GHANA SAMEY PACHI KIE MAN GAMTU VACHAVA MALYU. THNX U MALJI BHI.

  7. કાચ કેટલાં રૂપો બતાવે છે !

    એની પારદર્શિતા; પારદર્શિતાને અટકાવો તો એની દર્પણતા; એની ચમક (સાચી–ખોટી બન્ને !); એનું લીસાપણું; એની તીક્ષ્ણતા –

    કાચને માનવ અને જીવનનાં અનેક પાસાં સાથે કેટલું ફાવી ગયું છે !

    સ–રસ રચના.

  8. Thanks


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: