Posted by: malji | જુલાઇ 27, 2009

ગુજરાતી શાયરી ભાગ-૧૬

મુંઝાઇ જઇશ હું, મને રસ્તા ના બતાવો,
રહી ગઇ છે હવે તો મને બસ એક દિશા યાદ.

 

-સૈફ પાલનપુરી

 

દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું,
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફ થી કેટલું કાપી લીધું.

 

-મનહર મોદી

 

દીપક બિચારો થાકી છેવટ બુઝાઇ ગયો,
મારું જિગર છે કેવું નિશદિન બળ્યા કરે છે.

 

-શયદા

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
નહોતી ખબર કે દર્દ નું વાચન બની જશે.

 

-મરીઝ

 

પહેલાં પવન માં હતી ક્યાં આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે.

 

-આદિલ મન્સૂરી

 

ચાલ જીવ, એની ગલીમાં ફરતાં જરા જઇ આવીએ,
કે મિલન એનું ભલે ન થાય, દર્શન તો થશે.

-બેફામ

 

Advertisements

Responses

  1. પહેલાં હવામાં હતી ક્યાં આટલી મહેક,
    રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે.

    – આ શેરમાં હવા શબ્દ ખોટો છે.. અહીં પવન શબ્દ આવે છે…

    ..અને બીજી વાત, આ શેર જનાબ આદિલ મન્સૂરીનો છે, શોભિત દેસાઈનો નહીં…

    બ્લૉગ ઉપર મૂકતા પહેલાં થોડી વિશેષ કાળજી ન રાખવી જોઈએ?

  2. આપના પોતાના બ્લૉગ ઉપર જ આપે આ ગઝલ આખી મૂકી છે:

    https://malji.wordpress.com/2009/01/16/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80/

  3. sunder shyari chhe god bless u……………….

  4. વિવેક ભાઇ, મારી પાસે ની બુકમાં શોભિતદેસાઇ લખ્યુ હતું માટે .
    પણ, હવે પોસ્ટ મા અપડેટ કરેલ છે.
    આભાર

  5. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
    નહોતી ખબર કે દર્દ નું વાચન બની જશે.

    -મરીઝ

    khub sarash ….i am angry with

    વિવેક ભાઇ

  6. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
    નહોતી ખબર કે દર્દ નું વાચન બની જશે.

    -મરીઝ

    khub sarash …hu sahamat chhu Vivek bhai sathe


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: