Posted by: malji | જુલાઇ 25, 2009

પડતીના દિવસ

કબરમાં પથ્થરો પણ મુંઝવે છે
દિલાસો આપવા જેવું દ્રવે છે.

સમયના કાન સરવા હોય ત્યારે
કબૂતર જેમ દરિયો ઘૂઘવે છે.

કવચિત વાયુ પધારે તોય લાગે
હજી સૌજન્ય કોઇ દાખવે છે.

નજીવા પૂણ્યનું પરિણામ જુઓ
ફરિશ્તો સાકી બનવા વીનવે છે.

ભરોસાનાં વહાણો પાણી બનતાં
કિનારો કેમ અમને ભીંજવે છે ?

જડે ક્યાંથી વીતેલી જૂની દુનિયા
પગેરું પંખીઓનાં સંભવે છે ?

ચિનુ મોદીની પડતી ના દિવસ છે
લીલીછમ લાગણી વચ્ચે જીવે છે.

-ચિનુ મોદી
લખ્યા તા. ૧૨/૧૩-૭-૭૪

 

Advertisements

Responses

  1. Nice gazal
    Sapana

  2. નજીવા પૂણ્યનું પરિણામ જુઓ
    ફરિશ્તો સાકી બનવા વીનવે છે.

    દમદાર ……..

    અમે શું કોમેંટ કરવાના હતા શાળા નાં સમય માં ચીનુકાકા ની રચનાઓ ઘોખી ને પાસ થતા …અમે નસીબદાર કે એમની રચનાઓ વાંચી શકીએ છીએ .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: