Posted by: malji | જુલાઇ 24, 2009

ગુજરાતી શાયરી ભાગ-૧૪

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં.

-મરીઝ

હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.

-જટિલ

પૂછો ના મને એમ કે હું છું તો કેમ છું ?
હું પણ મને મનાવું છું કે હેમખેમ છું.

-શૈલેષ ટેવાણી

મારા જવાની સાંજ તને યાદ તો હશે,
આંગણાંનો લીમડો એ ગઝલ ગુંજતો હશે,
મેં એક શ્વાસ લીધો નહીં જ્યાં નિરાંત નો,
થાક્યો અવાજ તારી ખબર પૂછતો હશે.

-હેમન્ત દેસાઇ

 

એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

-મરીઝ

અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,
તું આવશે નહીં એ હું જાણું છું છતાં,
તું આવવાના ખોટા ઇરાદા લખ મને.

-દિલીપ પરીખ

 

Advertisements

Responses

  1. nice.

    Sapana

  2. સુંદર સંકલન…

    સંગ્રહ વધતો જાય છે… સરસ…

  3. વિવેકભાઈએ મારા મનની વાત કહી નાખી.
    સંગ્રહ વધતો જાય છે.
    ‘મલજીનો બ્લોગ’ નામ બદલીને ‘માલામાલનો બ્લોગ’નામકરણનો સમર્પણવિધિ સમારંભ વડોડરાના ગણપતિની સામે સમાપન કરવો પડશે.
    અભિનંદન.

  4. સરસ શેર-ગુચ્છ લઈ આવ્યા.
    એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’
    આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
    -મરીઝ
    વાહ

  5. congratulation
    good collection
    take care 4 quality
    it is very useful 4 all gujarati lovers
    VAH. VAH

  6. carefully collected touches heart very good thanks there are many silent visitors like me keep it up

  7. PREM SACOHOYTOSAMAYPANROKAIJAY6EAAKASLAKUCHOOHOYTOPANZUKIJ 6E PREMADUNHIYA LAK BANE ADACHAN PAN HAMSAFR JO SACO HOYTOKUDHA PAN ZUKI JAY 6


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: