Posted by: malji | જુલાઇ 21, 2009

દુષ્કાળ

શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’ તો ધોધમાર, ફસલ એક કણ નથી!

પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી!

રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઇ ધણ નથી!

લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઇ મરણ નથી!

આવીને કોઇ બેસતું વેરાન માં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી!

એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.

ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દો ના સૂર્ય માં હવે એકે કિરણ નથી!

-અબ્દુલકરીમ શેખ

 

Advertisements

Responses

  1. સુંદર ગઝલ…

  2. રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
    ગોરજ ઊડે છતાંય અહીં કોઇ ધણ નથી!

    વાહ ભાઈ વાહ ..ખુબ ખુબ સુંદર …

  3. શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
    વરસ્યો’ તો ધોધમાર, ફસલ એક કણ નથી!

    શેખસાહેબ,આટલી બધી નિરાશા?

    થોડા શબ્દોમાં ગઝલાઈ બેસુમાર આજકાલ છે.
    બેસુમાર શબ્દોમાં અટકી તે ગઝલ,બિમાર છે.
    ફસલ હવે કણમાં નહીં પણ મણમાં ગણાય છે.
    અક્ષર હવે શબ્દોનું સ્થાન લેશે એવું જણાય છે.

  4. ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
    શબ્દો ના સૂર્ય માં હવે એકે કિરણ નથી!
    vaah,vaah…saras

  5. શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
    વરસ્યો’ તો ધોધમાર, ફસલ એક કણ નથી!

    સરસ ગઝલ.

  6. અહિં સહુ સાવ અજાણ્યા છે એક બીજાથી
    આજ કોઈના શરીરે કોઈ આવરણ નથી.

    જિવતી લાશો સમ ફર્યા રાખે છે સહુ અહિં
    જીવે છે કે મરે છે એનું સ્મરણ પણ નથી.

    લો, આ તો મેં પણ કંઈ લખી નાંખ્યુ અહિં
    બાકી તો આમ લખવાને કોઈ કારણ નથી.

  7. ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
    શબ્દો ના સૂર્ય માં હવે એકે કિરણ નથી!

    sunder gazal!

    Sapana


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: