Posted by: malji | જુલાઇ 18, 2009

શિવજી ની અવદશા

લગભગ બધાને ખબર છે, કે વડોદરા માં સુરસાગર તળાવ ની વચ્ચે,

શ્રી શિવજી ની નયનરમ્ય મૂર્તિ ની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મને યાદ

 છે, કે તે ૧૨ માર્ચ ૨૦૦૨ નો  દિવસ હતો અને, એ દિવસે ઘણા ખરા

વડોદરાવાસીઓ એ સુરસાગર પર આવી ને મહાઆરતી નો લાભ લીધો હતો.

હું પણ ગયો હતો. અને જોઇ ને ખુબ ખુશ થયો હતો કે,  ૧૧૧ ફૂટ ની મૂર્તિ જાણે

સાચે જ શંકરદાદા ઉભા હોય તેમ લાગે છે. ઘણા મહાનુભાવો એ આ પ્રસંગ માં

ભાગ લીધો હતો, અને નામકરણ માં શ્રી સર્વેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું.

 તે વખતે શંકર દાદાની મૂર્તિ જોઇ ને સર્વે વડોદરાવાસી ગર્વ લેતા હશે કે આટલી

સુંદર મૂર્તિ ની સ્થાપના વડોદરા માં કરવા માં આવી.

પણ અત્યારે મૂર્તિની હાલત જોવા જેવી છે. મૂર્તિ ખૂબ ઉંચી છે, અને તેનો

લાભ કબુતરો એ ખુબ જ ઉપાડયો છે. આખો દિવસ શિવજી ની આસપાસ કબુતરો

ફરતા હોય છે, ઘણા કબુતરો તો તેમની સાથે જ રહે છે. અને ચરક પાડી પાડી ને

મૂર્તિ ની હાલાત બગાડી નાખી છે. જ્યાંરે મૂર્તિ બનાવી હશે ત્યારે આ બધી સમસ્યા

નું કોઇ એ વિચારીયું નહી હોય તે તો પાકું છે. કારણકે, આમેય, આપણા ભારત માં

નામ કમાવવા લોકો ઘણું બધું એકવાર કરી તો નાખે છે, પણ પછી પાછળ ફરીને તેને

જોતા નથી,કે એની હાલત શું છે.

મહાશિવરાત્રી આવશે ત્યારે લોકો મહાઆરતી કરશે અને પૂજા કરશે. અરે પણ કોઇ

શિવજી ને  નવડાવો અને ધોઇ ને સાફ તો કરો !. અમુક એમ પણ વિચારતા હશે, કે

વરસાદ પડે તો ધોવાઇ જાય બધું , પણ એમ નથી થતું યાર… શું આપણે

વરસાદ માં નાહીએ અને પછી ઘરેઆવી ને નથી નહાતા ?

મજાની વાત તો એ છે કે, આટલા વર્ષ થઇ ગયા પણ આ વિશે કોઇ વિચારતું જ

નથી.કદાચ, વિચારતા પણ હશે તો અત્યાર સુધી તો આ વાત બહાર જ નથી આવી.

એમને, થતું હશે કે યાર , ૧૧૧ ફૂટની મૂર્તિ ને કેવી રીતે સાફ કરવી ને નવડાવી.

બનાવતા તો બનાવી કાઢી હવે ? તે વખતે તો વિચાર્યું જ નહતું કે આને, સાફ કરવા

માટે પણ ભવિષ્ય માં વિચારવું પડશે. હવે શું કરીશું ?

એતો ધન્ય છે, શિવજી ને અને તે કંઇ બોલતા નથી, નહી તો જો બોલી શકતા હોત

તો ૧૦૦% મેયર ની અને નેતા ઓ ને તેમજ જનતા ને, કીધું હોત કે, “તમે લોકો સ્વાર્થી છો,

તમારા સ્વાર્થ માટે મને અહીં ઉભો કરી દીધો છે. વર્ષ માં એકવાર આવો છો, આરતી, પૂજા

કરી ને જતા રહો છો ? તમે રોજ સ્નાન કરો છો અને મને અત્યાર સુધી એકવાર પણ સ્નાન

નથી કરાવ્યું. “

મારું તો એટલું જ કહેવું છે, કે આપણા શહેર માં  સાક્ષાત શિવજી ઉભા છે, તેમની સ્થાપના

વિધિવત થઇ છે, માટે, જેવી રીતે મંદિરો માં શિવજી ની સેવા કરે છે, તેમ જ તમારે કરવી

જોઇએ, નહી કે વર્ષ માં એક જ વાર. ભગવાન છે, તો ભગવાન ની જેમ રાખો, નેતા હોત તો

ચાલત. પણ ભગવાન શિવજી જોડે તો ના જ ચાલે…..

આ સાથે તાજેતર ના શિવજી ની તસ્વીર પણ સામેલ કરું છું, આજે વાદળ હતા માટે,

ખુબ સરસ તસ્વીરો તો નથી પણ ખરાબ પણ નથી. તેમાં તમે જોઇ શકશો, કે કબૂતરો

એ કેવી અવદશા કરી છે.

-મલજી

https://malji.wordpress.com

 

Advertisements

Responses

 1. Govt. must take care. but who cares??????????

 2. વરસાદ માં નાહીએ અને પછી ઘરે આવીને નથી નહાતા ?

 3. its a question..

 4. શિવજીએ હવે તાંડવ નૃત્ય કરવાની જરૂર છે એમ નથી લાગતું!

 5. yes, we people are like that only. not only government , public too. Have u seen many dust bin in public places? public still throw the garbage in open place. and what to tell about statue? every public place is just mess. becouse we indian people dont know how to keep our country clean. whether its the statue of god . and i dont think god lives still here.

 6. આમા સરકાર શું કરે? દર વર્ષે સાફ-સફાઇ કરાવી શકે, એથી વીશેષ તો શું? આનો ઉપાય એક જ છે. દેશમાં પુતળા બહુ થઈ ગયા, હવે નવા એકે પુતળા કે ધર્મસ્થાનોની જરુર જ નથી.

 7. તમામે તમામ મૂર્તિઓની દશાતો આવી જ થતી હોય છે પછી તે મહાદેવની હોય કે નેતાજીઓની. તેમ છતાં મૂર્તિઓ બનાવવાની અને જાહેરમાં મૂકવાની ઘેલછા ઓછી થતી નથી.માયાવતી જેવા તો સમગ્ર ઉત્તર પ્રદેશને પોતાની કે હાથીની મૂર્તિઓ વડે ભરી દેવા હોડ લગાવી બેઠા છે. કોના બાપની ગુજરાત કેમ ખરું ને ?

 8. I completely agree with Chirag’s comment.
  When we will come out from idolatry?
  We shoudl stop making more idols/statue and if possible we should try to remove that also.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: