Posted by: malji | જુલાઇ 16, 2009

મેળવણ ના પગને

મેળવણ ના પગ ને ક્યાં ઝાંઝર હતું,
શાંત રીતે સૌનું રૂપાંતર હતું.

જાય તો પણ ના કશું ઓછું થતું,
‘ચાહવું’ એ તો અખેપાતર હતું.

કેમ એ અસ્વસ્થ થઇ ભટકયા કરે?
સ્વસ્થતા માં માપસર જીવતર હતું.

જોઇ એને નડતરો આઘાં હટે,
પણ પડેલો પથ કહે, નીંભર હતું.

આમ ના આહ્ લાદ પડખું ફેરવે,
કોઇ મારા માં અવર અકસર હતું.

લીન ગુપચુપ દૂર ઝગમગતી હતી,
કોક મંડલ નભ નું ધરતી પર હતું.

રૂબરૂમાં આંખ ખૂલે ને મીંચે,
ભીતરે કેવળ બધું સુંદર હતું.

શી રીતે ‘ખામોશ’ ની ઓળખ મળે,
એકલું અંધારું એના પર હતું !

-ખામોશ -મૌન બલોલી

Advertisements

Responses

  1. Nice gazal!

    sapana

  2. ” Bheetar KEVAL badhu Sunder hatu. Vaaah

  3. બહુ સુંદર બાની.
    આ શાયર વિશે માહિતી હોય તો ઈમેલ કરશો.

  4. aavya cho to mali ne jajo, malya cho to kaik kahi ne jajo, aa bhulbhulaya ni duniya ma, kaik tame shodihi ne jajo.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: