Posted by: malji | જુલાઇ 8, 2009

વડોદરામાં વાવાઝોડુ

આમ તો રોજ સાંજે વરસાદ આવે છે કાલે નહોતો આવ્યો, મને એમકે આજે વિરામ લીધો લાગે છે,

પણ બોસ રાત્રે ૧ વાગે તો પથારી ફેરવી નાખી વરસાદે,અને સાથે ભયંકર વાવાઝોડુ.
આવું તે વાવાઝોડુ વડોદરામાં કોઇ એ અનુભવ્યું નહીં હોય. હું રાત્રે ઉઠ્યો અને ગેલેરી માં થી જોયું
તો મને એમ જ લાગ્યું કે હું કોઇ ટોરનેડો વચ્ચે ફસાયો છું, અરે તમે વાવાઝોડાનું અવાજ તેમજ
વરસાદ જોઇને ગભરાઇ જાવ. ખતરનાક, અનુભવ કરાવ્યો કાલે રાત્રે તો વરસાદે, અને તેપણ
એક-બે મિનિટ નહી, પૂરો એકકલાક સુધી ભૂક્કા કાઢી નાખ્યા. અને એમાં પાછી લાઈટો ગઇ.

રાત ના સાલી બેટરી પણ અંધારા માં ન મળી. મિણબત્તી થી ઘરનાં દરેક માળ ચેક કર્યા કે ક્યાં
પાણી આવે છે. બિચારા, ઘણા લોકો ના પતરા પણ ઉડી ગયા હશે. અને જે રોડ પર રહેતા હશે
તેમની તો આવી જ બની હશે કાલે રાત્રે. ૧ વાગ્યા થી ૩.૩૦ સુધી ભયંકર વરસાદ પડયો છે.
લાગે છે, ગ્લોબલવોર્મિંગ ની લીધે ટોરનેડો હવે ગુજરાત માં પણ આવવા લાગ્યા છે.

વાવાઝોડા વિશે વિચારું છું તો હજુ પણ એ ખતરનાક, અવાજો કાનમાં વાગે છે.

વડોદરાવાસી ઓ, જો તમે કંઇક આવો જ અનુભવ કર્યો હોય તો, જણાવજો.
પેપર માં તો આજે નહી આવે કાલે ૧૦૦% આવશે.

 

-મલજી

 

Advertisements

Responses

 1. એ ભાઈ… વાત જ જાવા દ્યો! રાત આખી ઉજાગરો થયો છે. ત્રીજા માળે અમારો ફ્લેટ એટલે વરુણ દેવતાએ બંધ બારી બારણાંમાંથી સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ડાયરેક્ટ એન્ટ્રી પાડી દીધી અને આખાં ઘરમાં ફરી વળ્યા! . લો થાવ પવિત્ર! …. .પણ આટલેથી અટ્ક્યું ખરું!

  ઘણાં લોકો ગઈ રાત્રે ખૂબ જ તકલીફમાં મુકાઈ ગયા હશે કારણ કે પાણીનો ભરાવો બધે થયો જ હશે.
  અને હા… ગઈ રાતનું અદભૂત દશ્ય! યાદ રહી જશે!!!!

 2. સહુ વડોદરાવાસી ઇશ્વરના આશિર્વાદ સાથે ફરી પાછા સ્વસ્થ અને સાહજીક જીવન પ્રવાહમાં જોડાઈ જાય એવી શુભેચ્છા.
  મારી નીચે લખેલી કાવ્ય પંક્તિ ઘટના ને અનુરુપ છે …
  રુઠેલી મા ના અબોલા કરતા થોડો માર, બાળક્ને સારો લાગે!
  પાણી! પાણી! પોકાર કરતા જળબંબાકાર,બાળક્ને સારો લાગે!
  મુકુન્દ જોશી

 3. હું બહુ વહેલો ચેતી ગયો.આવું કંઈક થશે એની ભનક મને ૧૯૩૪માં સાંકરદા ગામમાં થઈ ગયેલી એટલે મારા માબાપે મને ત્યાંથી ઉઠાવી લીધો.હવે વાવાઝોડું આવી જ ગયું છે તો વડોડરાની મુલાકાત લઈએ તો મુક્કાલાત નહીં પડે.ને હવે તો ‘મલજી’પણ ત્યાં છે.

 4. વડોડરા ના જતા, વડોદરા આવજો, મુક્કાલાત તો નહીં પડે પણ કદાચ ખાડા માં પડી શકો એની ગેરંટી

 5. ગમે એટલો ખંત રાખીએ તો પણ ડફોળને ‘ડ’ જ વહાલો લાગે.ખાડાઓ પુરાઈ જાય એટલે જણાવજો.
  હાશ,મુક્કાલાતમાંથી તો બચી ગયા.
  આભાર!

 6. હા, આવું વાવાઝોડું તો કદાચ નજીકના ભૂતકાળમાં કયારેય નહીં આવ્યું હોય. શહેરભરમાંથી 200થી વધુ વૃક્ષ ઉખડી પડયાં છે. એ નુકસાન બહુ મોટું છે. હવે નવું વાવેતર થતું નથી અને જેટલાં છે એટલાં વૃક્ષો પણ ઘટતાં જાય છે. તેમની ખોટ આવતા ઉનાળે બહુ સાલશે.

 7. aavyo 6un etle lakhu chun, em to tame kai baki nathi rakhyu.

  Jordar varnan…..
  badha e anubhavyu ane tame lakhyu

  kyarek amara blog thi pan rubaru thajo


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: