Posted by: malji | જુલાઇ 6, 2009

હા, તમે બોલ્યાં

હા, તમે બોલ્યાં’ તાં ભીના સાદમાં,
આપણે બંને હતાં વરસાદ માં.

શબ્દો માં થી શીળી ખુશ્બૂ આવતી,
કેટલી ભીનપ હતી સંવાદમાં !

આખી સૃષ્ટિ સાવ ભિંજાતી હતી,
કેમ રહીએ આપણે અપવાદમાં!

દોડતો ને બોલતો ભીનો પવન,
આપણે પણ સાવ એવા નાદમાં!

પીઠ પર ઝાપટ ભીની પડતી રહી,
ભીની શાબાશી મળી’તી દાદમાં!

ભીની ભોંયે આપણાં પગલાં હતાં,
રહી જવાનાં ચિહ્ન ભીની યાદ માં.

આજ ભીના પંથ પર ચાલ્યા જવું,
વાયદો કરશો નહીં કે,’બાદમાં!’

-રતિલાલ ‘અનિલ’

 

Advertisements

Responses

  1. saras gazal.

    sapana

  2. સુંદર ગઝલ…

  3. wah… bheeni bheeni gazal..

    aakhu raday bhinjay gayu.. 🙂

  4. Very nice…bhinjavati gazal


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: