Posted by: malji | જુલાઇ 1, 2009

સમજી જજે

વાત સીધી સાવ છે, સમજી જજે
વ્યક્ત સાચા ભાવ છે સમજી જજે.

જે મથે તું તારવા ભવ સાગરે,
છેદવાળી નાવ છે સમજી જજે.

થઇને કાજી ન્યાય તું કરજે પછી,
જાત સામે રાવ છે સમજી જજે.

નિત નવી બાજી હવે તું ખેલ ના,
એજ જૂના દાવ છે સમજી જજે.

સજ્જ્ન અહીં દંડાય છે કારણ વિના,
દુષ્ટ ને શરપાવ છે સમજી જજે.

એમ ના સહેલાઇ થી તું વહી શકે,
ઠેર ઠેર અટકાવ છે સમજી જજે.

વર્ષો સુધી દૂઝતા રહે ‘આનંદ’ જો
પીઠ પરના ઘાવ છે સમજી જજે.

-અશોક જાની

Advertisements

Responses

  1. જે મથે તું તારવા ભવ સાગરે,
    છેદવાળી નાવ છે સમજી જજે.
    સુંદર ગઝલ.

  2. THEY KAJI NAYEY TU KARJA PACHI JAT SAME RAV CHA TU SMJI JAJA. SHUNDER GUJAL CHA.

  3. થઇને કાજી ન્યાય તું કરજે પછી,
    જાત સામે રાવ છે સમજી જજે.

    very nice gazal.

    Sapana

  4. સજ્જ્ન અહીં દંડાય છે કારણ વિના,
    દુષ્ટ ને શરપાવ છે સમજી જજે.

    વર્ષો સુધી દૂઝતા રહે ‘આનંદ’ જો
    પીઠ પરના ઘાવ છે સમજી જજે.

    ઉપરોક્ત બંને શેરોના ઉલા િમસરામાં એટલે કે પ્રથમ પંિક્તમાં સજ્જન માં ગા ગા થતું અને વર્ષો માં પણ ગા ગા થતું
    જોવા મળે છે જ્યાં િનયમ મુજબ ગા લ થવું જોઇઍ.ગઝલ સુંદર છે.

  5. Excellent


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: