Posted by: malji | જૂન 22, 2009

ફરિયાદ

બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

હું મૂઇ રંગે શામળી ને લાડ માં બોલવા જઉં,
હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં.

બાઇજી! તારો બેટડો મુંને કોયલ કહીને પજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું,
આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું.

બાઇજી! તારો બેટડો મારી આંખે ચોમાસું ઊજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

મોલ ભરેલા ખેતરમાં નહીં પતંગિયાનો પાર,
નજરું નાં અડપલાંનો છે મહિમા અપરંપાર !

બાઇજી! તારો બેટડો મારા ગાલ ને છાના ભીંજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં રીઝવે !

લાલજી કાનપરિયા

 

Advertisements

Responses

  1. khub shrsh cha.

  2. it tipical kathiyavadi kavita .
    and reminding my native placemahuvabunde rwhere we use to hard this type of poetery some 40 years back.
    thank you
    hemant doshi (mahuvawala0

  3. બાઇજી! તારો બેટડો મુંને ધડી ધડીમાં ખીજવે…………
    કે

    બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે??????????????????

  4. સરસ રચના પણ ‘ધ’ની જગ્યાએ ‘ઘ’ અને ‘ઘ’ની જગ્યાએ ‘ધ’ વંચાય છે તે સુઘારી લેવું ધટે, આઈમીન, સુધારી લેવું ઘટે.

  5. વિનયભાઇ ભૂલ સુધારી દીધી છે.

  6. I would like to know how to send my response in Gujarati language.

    Dr Kotak


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: