Posted by: malji | જૂન 18, 2009

વડોદરા નગરી ખાડાનગરી

આજથી  ૭-૮ વર્ષ પહેલા વડોદરા માં ઘણા ખરા લોકો  “ભુવો” એટલે

પેલો ભૂત ભગાડનારો એમ જ સમજતા હતા. પણ, મહેરબાની અમારા

વડોદરા સેવા સદન ની કે જેમણે રોડને જેમ-તેમ,  જ્યાં-ત્યાં, ખોદી ને

લોકો ને ભુવો એટલે ખાડો પણ થાય તેમ અહેસાસ કરાવ્યો.

પહેલા, હું નાનો હતો ત્યારે, અમદાવાદ વેકેશન માં જતો. ત્યારે,

છાપા માં વાંચતો હતો કે બાપુનગર માં ભુવો પડયો. તો મને એમ

કે કોઈ ભુવો(ભૂત ભગાડનાર) બિચારો ચાલતો ચાલતો જતો હશે અને

પડી ગયો. એમાં આ છાપા વાડા ને છાપવાની શું જરૂર. પછી, એ તો

મારા માસી એ મને સમજાવ્યો કે, ભુવો એટલે મોટો ખાડો.

ખાડા ખોદવા જરૂરી છે, અને તે લોકો ના ફાયદા માટે છે, કેમ કે,

નવી લાઇનો નાખી ને સેવા સદન પાણી ના ભરાય તેની વ્યવસ્થા કરી રહ્યું છે.

પરંતુ, બધા જાણે છે, કે સેવાસદન નું કામ કેવું હોય છે.  આખું વર્ષ ગોકળગાય ની

ગતિ એ કામ કરશે અને, ચોમાસું આવશે એટલે ઉતાવળ કરી ને જેમ તેમ

લોચા મારવાના ચાલું. જેટલા ખાડા ખોદયા છે, તેને બરાબર પૂર્યા જ નથી.

 પહેલા વરસાદ માં જ ભુવા પડશે. એની ગેંરટી આપી છે સેવા સદને.

અને કિચડ ફ્રી. જેમાં તમારે પડવાનું અને મજા કરવાની. ગયા વર્ષે તો

અમારા મેયર ખુદ ભારે વરસાદ માં લોકો ને મળવા નીકળ્યા હતાં અને,

ગટર ના ખાડા માં પડી ગયા હતાં. અને લાગે છે આ વર્ષે, વધુ ને વધુ લોકો પડશે.

રોડ હજી, અઠવાડિયા પહેલા જ મસ્ત કારપેટ જેવો બનાવ્યો હોય અને,

રોડ બન્યા પછી જ ખાડો ખોદવા આવશે અને પેલા બિચારા નવા રોડ

ની જ વાટ લગાડી દેશે.

વડોદરા માં પ્રગતિ ને નામે શૂન્ય છે. સુરત, અમદાવાદ વગેરી શહેરો એ

સારી એવી પ્રગતિ કરી, અને રસ્તા ઓ ફ્લાયઓવર, વિકસાવ્યા છે. અમારે તો

એક ફ્લાયઓવર બનાવતા જ ૧૦ વર્ષ નીકળી ગયા. એક વર્ષ માં જેતલપૂર નો

ફ્લાયઓવર બનાવાનો હતો અને હજુ તો કંઇ ઠેકાણું નથી. પાછા સેવાસદન વાળા

એમ કહે છે, કે  આ વર્ષ ચલાવી લો. આવતા વર્ષ આ જ જવાબ હશે.

પ્રોપર પ્લાનીંગ નો ખુબ જ અભાવ છે. નામ તો બદલી નાખ્યું સેવાસદન

પણ ભાવના જ નથી સેવા કરવાની તો શું કરવાનું. બધાને મેવા ખાવા છે.

-મલજી

Advertisements

Responses

  1. તમારી વાત સાચી છે. વડોદરામાં મ્યુનિસપિલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોનું ગાંધી વૈધનું સહીયારું ચાલે છે. અગાઉથી જ નક્કી હોય છે કે નવો રોડ કયાં બનાવવો, કયાં કારપેટીંગ કરવું અને પછી ત્યાં કયાં ખાતાં વાળાં ખોદવા જશે. મટીરીયલની ખરીદીથી માંડીને લેબરની રોજીમાં બધાની ભાગબટાઇ હોય છે. કેટલાક મહિનાઓ પહેલાં રોડ એન્જીનીયરીંગના એક નિષ્ણાત જેઓ મૂળ ભારતના છે પણ હાલ વિદેશ જઇને વસ્યા છે તેઓ ટેકનોલોજી ફેકલ્ટીમાં આવ્યા હતા. તેમણે અહીં ડામરના રોડ જોઇને નવાઇ વ્યકત કરી હતી કે ભારતમાં ડામર બનાવવા માટે આયાત પર આધાર રાખવો પડે છે. તેની સામે સિમેન્ટનું ઘરઆંગણે મબલખ ઉત્પાદન થાય છે તો આયાત પર આધાર રાખવાને બદલે સિમેન્ટ કોંક્રીટના રોડ કેમ બનાવાતા નથી. સિમેન્ટના રોડ બનાવવા એક વખત મોંઘા પડે પણ સામે ડામરના રોડ કરતાં તેનું આયુષ્ય પાંચગણુ વધારે હોય એટલે સરવાળે તે ફાયદાકારક હોય છે.

  2. અમારી સ્ટ્રીટ આગળ સીમેન્ટના રોડ છે..કદી ખાડો પડેલો કે કચરો દેખાયો નથી માત્ર ફૂટપાથના ખૂણા વીકમાં એકવાર એવા માણસો સાફ કરી જાય જાણે સેવા કરતાં હોય..મશીનથી અંદર કચરો ખેંચાય….
    મને તો લેસ્ટરમાં રહી વડોદરાનગરી એટ્લએ સંસ્કાર નગરી એમ જાણી હરખપદુડો થઈ જતો આજની વાસ્તવિકતાથી નવું વિષેશણ યોગ્ય લાગ્યું ભૂવ ધૂણવા નહિ, ભૂવામાં પડવા આવવું પડશે !!!…

  3. http://asaryc.wordpress.com/2008/07/29/%e0%aa%86%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/

  4. સેવા ( ? ) સદવી પણ જોઈએને ? સેવા સદનમાં વસનારા એ વડોદરામાં હોય કે અન્ય શહેરમાં જેમકે અમારાં જામનગરમાં ભુવાઓ તો સમગ્ર ગુજરાતને ધુણાવે છે અને જે ના ધુણે તે જાય ખાડામાં અને હવે તો ચોમાસું આવી રહ્યું છે એટલે આ ભુવાઓ સ્વીમીંગ માટે સરા જાહેર રસ્તાઓ ઉપર લોકો માટે ઉપલબ્ધ બની રહેશે. સેવા-સદન કે કોઈપણ જ્ગ્યાએ કહેવાતા લોકોના પ્રતિનિધિઓની કાર્ય શૈલીમાં અદભુત રીતે સામ્ય જોવા મળે છે. ગુજરાતના રસ્તાઓ અન્ય શહેર કરતા સારા છે તમ કહેવાય છે તો વિચારો અન્ય શહેરોમાં કેટલા ભુવા લોકોને ધુણાવતા હશે ? હમણાં જ હું બેંગ્લોર ગયેલો અને ત્યાંના રસ્તાની હાલત પણ આપે જણાવેલ વડોદરા જેવીજ મહદ અંશે જોયેલી. આ દેશમાં તો બધે જ ગાંધી-વૈદનું સહિયારું જ ચાલવાનું છે ભલેને મોદી કહે કે “ખાતો નથી કે ખાવા દેતો નથી ” પણ ખાડે તો જરૂર નાખતા રહેશું.

  5. Mr. HIREN ANTANI IS RIGHT , IT’S HAPPEN IN ALL OVER INDIA.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: