Posted by: malji | જૂન 16, 2009

વરસાદી પરોઢે જિંદગીનાં ખોળામાં

આ વરસાદ ની ધાર જેવી ભીની લાગણીઓ સિવાય
હવે હું કવિતા પાસે બીજી કોઇ અપેક્ષા રાખતો નથી-

તું પણ મને પ્રેમપત્ર લખે તો પરબીડિયા માં કોરા કાગળ ઉપર
થોડાં વરસાદ નાં ટીપાં સિવાય હું કોઇ ઝંખના રાખતો નથી-

અને પ્રેમ તો આપણ ને પોતાને જ વરસાદના બારણા માં
ફરીફરીને ભીના થઇ ને મળવા સિવાય, બીજું કંઇ નથી-

ને જીવનની કૃતાર્થતા તો છે વરસાદની જેમ બધું આપી દેવામાં-
-ભીના થવું, બીજા ને ભીનાં કરવાં -છતોને, છજાને, ઝરૂખાને,
ટેકરીઓને, વૃક્ષોને, ફૂલોને, પર્ણોને, પરીકથાનાં પાનાંને,
ક્ષમાની જેમ ઢોળાવું હ્રદય ના વરસાદથી
ને સોગાદ માં આપી દેવી પહેલા વરસાદ થી ભીની સોડમવાળી પૃથ્વીને…!

હાઇસ્કૂલની એક છોકરી જેમ છેતરાઇ જવાની ભીતિ હોય ત્યારે જ
વેદનાનાં પૂર થી ચળકતી નદીને ક્યાંય સુધી જોયા કરવી વિસ્મયથી
વરસાદી પરોઢ ના સ્વપ્ન માં નવી આશાથી ચાલી નીકળવું પડછાયા સાથે
ને ભૂસકો મારી દેવો અમરતાને બદલે પ્રેમ થી ઊભરાતી જિંદગીના ખોળામાં….

-યશવંત ત્રિવેદી

Advertisements

Responses

  1. hi!
    how are you?
    what are you doing now?
    good morning
    have a nice day!

  2. high school ne ek chhokari jem chhetaray jawani
    bheeti hoy tyare j vedanana poor thi chadakati
    nadine kyay sudhi joya karvi ……

    khubaj sundar….

  3. sarsa kavita

    Sapana


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: