Posted by: malji | જૂન 11, 2009

શું પ્રેમ ને કારણ જોઇએ?

ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે?

એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે.

એક પ્રેમીકા, તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે,

તું કેમ મને પસંદ કરે છે? તું કેમ મને પ્રેમ કરે છે?

પ્રેમીઃ “હું તેનું કોઇ કારણ કહી શકું તેમ નથી, પણ હા, તું મને ખુબ જ પસંદ છે.”

પ્રેમીકાઃ જો તું મને તેનું કોઇ કારણ ના કહી શકે તો.. તું મને કેવી રીતે પસંદ

             કરી શકે અને  પ્રેમ કરી શકે ?

પ્રેમીઃ મને ખરેખર તેનું કારણ નથી ખબર, પણ હું એ સાબિત કરી શકું કે હું તને પ્રેમ કરું છું.

પ્રેમીકાઃ સાબિત ? ના હું ઇચ્છું છું કે તું મને કારણ કહે. મારી એક મિત્ર નો દોસ્ત

              તેને કેમ ચાહે છે  તેનું કારણ કહી શકે છે તો તું કેમ નહીં ?

પ્રેમીઃ સારું સારું…. અને તેણે કારણ આપવાનું ચાલું કર્યુ.

       ૧. કારણકે, તું ખુબ સુંદર છે.
       ૨. કારણકે, તારો અવાજ ખુબ મધુર છે.
       ૩. કારણકે, તું મારી સારસંભાળ રાખે છે.
       ૪. કારણકે, તું ખુબ જ પ્રેમાળ છે.
       ૫. કારણકે, તું મુક્તવિચારો ધરાવે છે.
       ૬. કારણકે, તારું સ્મિત ખુબ જ સુંદર છે.
       ૭. કારણકે, તારી દરેક હરકતો મને પસંદ છે.

પ્રેમીકા, પ્રેમી ના મુખે કારણો સાંભળી ને ખુબ જ ખુશ થઇ ગઇ.

અને થોડા દિવસ પછી, પ્રેમીકા નો અક્સ્માત થયો અને તે કોમા માં જતી રહી.

તેના પ્રેમી એ એક પત્ર લખીને તેની બાજુ માં મુક્યો અને તેમાં લખ્યુ હતું,

૧. તારો અવાજ ખુબ જ મધુર હતો કે જેના લીધે હું તને પ્રેમ કરતો હતો,

     પણ હવે તું  બોલી નથી શકતી તેથી હું તને પ્રેમ ના કરી શકું.

૨. તારી સારસંભાળ રાખવા ની આદત મને પસંદ હતી, પણ હવે તો

     તે કરી શકતી નથી   તેથી હું તને પ્રેમ ના કરી શકું.

૩. તારું હસવું તારી હરકતો, પણ હવે તું તે કરી શકતી નથી, તેથી હું તને પ્રેમ ના કરી શકું.

૪. જો પ્રેમ ને કારણોની જરૂર પડે, કે જેવી અત્યારે પડે છે,

     તો એવું કોઇ કારણ નથી, મારા  માટે કે હું તને વધુ પ્રેમ કરી શકું.

શું પ્રેમ ને કારણ જોઇએ ?

ના, માટે હું હજુ પણ તને જ પ્રેમ કરું છું.

 

-ફોરવર્ડ ઇ-મેલ માં થી.

 

Advertisements

Responses

 1. મિત્ર,અભિનંદન,
  આપની કલમ ના પ્રેમમાં પડવા કારણ ની જરુર નથી.

  રજા આપો તો પ્રબળ આવેગ થઈ જાવું છે.
  પ્રેમ નો મંત્ર થઈ કાનમાં ફૂંકાઈ જાવું છે.
  રહો સન્મુખ મારી તો દર્પણ થઈ જાવું છે,
  ફગાવી આવરણ હવે ઓળખાઈ જાવું છે.
  માર્કંડ દવે.

 2. प्रेम का कोई कारण नहीं होता, वो तो बस हो जाता है …प्रेम इश्वर है …

 3. સરસ અને સાચી વાત છે.
  ઘણી વખત એવું જોવા મળે છે કે પ્રેમ બાબત ઘણું ઘણું બોલી શકનારા વખત આવ્યે મેદાન છોડીને ભાગી જતા હોય છે. જ્યારે પ્રેમ બાબત સારી રીતે રજૂઆત ન કરી શકનાર વખત આવ્યે પ્રેમની ભાવના નીભાવી જાણે છે.

 4. khar khar khub shrsh cha ane parm ne koe kar nhi hota ta to bus ek duva hoy cha ek ashirvad hoy coy cha nhitr mata pita parm thi laga bag badh vachit raha duniya parm mata nu ma ane chokru tane veshs buju kyu udahrn hoy shake.

 5. WAH WAH

 6. પ્રેમ એક અનુભૂતિનો વિષય છે. અભિવ્યક્તિનો નહી.

  http://www.aagaman.wordpress.com
  Mayur Prajapati

 7. પ્રેમને કારણની જરુર નથી,પણ એમ કહી શકાય કે કારણ વગર થાય તે પ્રેમ સાચો.

  કારણ તને પ્રેમ કરું છું,કારણ ખબર નથી.

  પ્રેમની અસર છે,કેટલી ખબર નથી.

  રહે અણીયાળી આંખોનાં તીર હ્રદયમાં,

  જો બેઅસર હોય તો તારી નજર નથી.

  સપના

 8. ABSOLUTELY RIGHT , LOVE NEVER NEED ANY REASON,THAT’S WHY RAJKUMARY LOVE WITH HER DRIVER/BODYGUARD.

 9. સાચું કહ્યું કે પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ નથી. આ વાંચી મને કવિ કલાપીની પંક્તિ યાદ આવી ગઈ કલાપીએ કહ્યું છે “પ્રેમને કારણોસાથે સંબંધ કાંઈએ નથી ”
  કારણ ,પ્રીતિનું પ્રીતિ , પ્રેમીની લક્ષ્મી ,તે બધી !
  કદાચ કોઈ શબ્દોમા ફેરફાર હોઈ શકે મારી યાદદાસ્ત પ્રમાણે આ પંક્તિઓનો ઉલ્લેખ કર્યો છે !

 10. khub saras

 11. really…prem ne koi karan nathi hotu….pan koi karan vagar no prem mane sodhi apso,,

 12. prem ma karan aapva pade to e prem na kehvai


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: