Posted by: malji | જૂન 8, 2009

તો મજા આવે

એક નાનું બીજ ફણગે તો મજા આવે,
મન મહીં પાયલ જો રણકે તો મજા આવે.

ચોતરફ છે હિમ ને થથરી રહે છે ચેતના,
તાપણું હૂંફ નું જો તણખે તો મજા આવે.

એ ઊભો ચે આજ પ્હેરી ને નરી નિષ્ઠુરતા,
કોઇ એના દિલને અડકે તો મજા આવે.

સાવ સૂકા પાંદડાની આ ઋતુ શા કામની?
વનતણાં જો વૃક્ષ મલકે તો મજા આવે.

પ્રશ્ન પૂછી આમ એ બેસી રહ્યાં નિર્લેપ શા!
આંખ માં ઉત્તર જો ચમકે તો મજા આવે.

છે સીધી સટ જિંદગી ‘આનંદ’ ક્યાં રોમાંચ છે,
કંઇક તૂટે, દિલ જો વલખે તો મજા આવે.

-અશોક જાની “આનંદ”

 

Advertisements

Responses

  1. છે સીધી સટ જિંદગી ‘આનંદ’ ક્યાં રોમાંચ છે,
    કંઇક તૂટે, દિલ જો વલખે તો મજા આવે.
    maja aavi.
    sapana

  2. અશોક જાનીને આનંદ સાથે અભિનંદન!
    સુંદર પદ્ય મજા પડી…

  3. ” સાવ સૂકા પાંદડાની આ ઋતુ શા કામની?
    વનતણાં જો વૃક્ષ મલકે તો મજા આવે. ”
    पेढ-पत्तोकी तरह मानव-मन मलके तो और मझा आये !!!!
    ગોવીન્દ મારુ

  4. bahu maza avi

  5. મજા આવી. સરસ રચના.

    અરવિંદ

  6. એ ઊભો ચે આજ પ્હેરી ને નરી નિષ્ઠુરતા,
    કોઇ એના દિલને અડકે તો મજા આવે.

    nice line


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: