Posted by: malji | મે 1, 2009

એક પત્ર

કાચીંડો તે જ આ શહેર. હું અહીં, તું ત્યાં, વચ્ચે
રઝળે છે મારા-તારા કેટલાયે અવશેષો. બધું બદલાતું
જાય છે-સુખની જેમ, આકાશ ની જેમ. સ્વપ્ન ની બોદી
દીવાલો ના રણકારને પીઉં છું આંખોથી અને ત્વચા પર
ખખડે છે વર્તમાનની એક એક ક્ષણ. ‘પછી શું?’ નું
અવતરણ સતત પીડે છે મારી આ એક ક્ષણને. તડકો
બારીના કાચ સાથે આજે સવારે જ ફૂટી ગયો. ત્વચા
પર જે છીદ્રો છે તે કાચ ની કચ્ચરોની જેમ હાફી રહ્યાં.
આ અશબ્દ વિશ્વ મને પીડે છે તેથી તો હું તરડાઇ
જાઉં છું દર્પણ માં અને મારી વાતો શ્વાસ થઇ પ્રતિબિમ્બાય
છે મારી સામે. તારા શહેર થી મારું શહેર જુદું. વચ્ચે
લંબાઇને પડ્યો છે કાંચીડો. હું તો ધડું છું મારા મૌન ને..
ચિત્તને શબ્દાવું શી રીતે? મનને ‘એ અહીં નથી’ કહી
કેમ કરી મનાવું ? તું મારી બધી ઋતુ. તારા માટે
થોડી ઉનાળાની સાંજ અને વરસાદી બપોર ની થોડી
ક્ષણો મેં સાચવી રાખી છે. હું શબ્દોથી વિશેષ કશું
લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ આ
શહેર માં બોલતો, કોલ્ડ કોફી પીતો, ઝેઝ સાંભળતો
ઉદાસ હસે છે. ઇમોશનલી ઇરરેશનલ થઇ ગયો છે એ.
વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું
અહીંથી ત્યા. તારે મને યાદ ન આવવું.

-નીતિન મહેતા

Advertisements

Responses

  1. very nice

  2. Nitinbhai,
    very nice. train bani aav-ja karu ahithi tya. taare mane yaad n aavvu.

    vah..
    Sapana

  3. KHUB SHRSH CHA. TRIN BANI AV JA KARU CHU TARA MANE YAD NA AVU.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: