Posted by: malji | એપ્રિલ 30, 2009

ભાંગતી રાતનો આ સન્નાટો

ભાંગતી રાતનો આ સન્નાટો
ભીંત ને કોઇ તો બારી આપો.

આટલી સ્તબ્ધતા હતી ક્યારે,
ઓસનો સાંભળું છું ધ્રુબાકો.

તે પછી ઊંધવા નથી દેતો,
થોડી રાતો નો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે,
કોઇ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઊતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપોરે શહેર ની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’
કેવો આપે છે મનને સધિયારો!

-રશીદ મીર

Advertisements

Responses

  1. nice gazal ………. !!

  2. bharbapora shar ni vacha hu y sodhu chu. “maro padchayo.” v. v. nice

  3. always great

  4. Nice one.

  5. Nice one


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: