Posted by: malji | એપ્રિલ 29, 2009

મુંબઇ નગરી

ચલ મન મુંબઇનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!

સિમેન્ટ, કોંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્ર્જાલની ભૂલવે લીલા,
એવી આ સૌ સ્વર્ગતણી સામગ્રી!

રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળા બાંઘે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!

-નિરંજન ભગત

Advertisements

Responses

  1. હવે તો ઘાસની જગ્યાએ
    રસ્તે રસ્તે ઊગે ટાઈલ્સ

  2. HAVE KAY TA MATINI KHUSHBU. COKRIT NA JGAL MALE CHA JOVA.

  3. ચલ મન મુંબઇનગરી,
    જોવા પુચ્છ વિનાની મગરી!

    અદભુત
    .

  4. શ્રી મલજીભાઈ,

    ખૂબ ખૂબ આભાર કે તમે મને મારી આ પ્રિય કવિતા સાથે ફરી ભેટો કરાવી આપ્યો. લગભગ ત્રણ દાયકા અગાઉ ‘જન્મભૂમિ’ અખબારમાં પ્રથમ વખત આ કવિતા પ્રગટ થઈ ત્યારે વાંચી હતી. આટલા વર્ષે મારી મનપસંદ કવિતા ફરી વાંચવા મળી તેનો ખૂબ જ આનંદ થયો. આવી રીતે ભાવકોના મનમાં ગુંજતી રહેતી અપ્રાપ્ય કવિતાઓ ફરી ઉપલબ્ધ કરાવી આપવાનું પુણ્ય કાર્ય કરવાનું ચાલુ રાખશો એવી વિનંતિ છે.
    -માવજીભાઈ મુંબઈવાળા
    (http://www.mavjibhai.com)

  5. આ તીરથની જાત્રા છે ના અઘરી !
    હવે બીનમરાઠીને મુંબઈની જાત્રા કરવી અઘરી થઈ પડે !!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: