Posted by: malji | એપ્રિલ 26, 2009

અગિયાર દરિયા

આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા

એકથી તે દસ સુધી ગણવું ઘણું અધરું પડે છે
સાવ સહેલી વાત માં બેઠા થયા અગિયાર દરિયા

આંખમાંથી એ વહે છે કેમ છો એવું કહે છે
સાંભળે જો એક જણ તો દોડતા અગિયાર દરિયા

ફૂલ પહેરી રોજ રાત્રે એક સપનું એમ ડોલે
ઊંધમાં આકાશ ઓઢી જાગતા અગિયાર દરિયા

બંધ દરવાજા બધે છે, બારીઓ કેવળ વસે છે
હું અને તું હોઇએ ના? પૂછતા અગિયાર દરિયા

આગમાંથી બાગમાંથી રાગમાંથી તાગમાંથી
લાગમાંથી ભાગમાંથી ક્યાં જતા અગિયાર દરિયા

કૂદીએ તો બૂડીએ તો ઊગીએ તો ઓઢીએ તો
આથમે તો ઓગળે તો કેમ ના અગિયાર દરિયા?

શબ્દનું તો સાવ એવું પાતળી પડપૂંછ જેવું
સાંભળે છે કોઇ અમથું ક્યાં ગયા અગિયાર દરિયા?

એ ખરું કે એમને સાવ કદી જોયા જ ક્યાં છે?
આજ કેવા ઊછળે છે બોલકા અગિયાર દરિયા !

તે છતાં મારો સમય એમાં જ ઊગે આથમે છે
જોકે પોતાના નથી કે પારકા અગિયાર દરિયા.

ગૂર્જરી ગઝલો વિનાની પાંગળી ફિક્કી હજો ના
લો લખી લો માલમિલકત આપણા અગિયાર દરિયા.

 

-મનહર મોદી

Advertisements

Responses

  1. nice one… a real gem…

  2. le lidha agiyar dariya

    toy haji hu khali

  3. સરસ ગઝલ

  4. NICE.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: