Posted by: malji | એપ્રિલ 6, 2009

આ સત્તાઘારી ઓ

મારા દેશ ને લકવો થયો છે સત્તાનો!
રોજ સવારે
છાપાંઓની હેડલાઇન માં વાંચું છું તો-
સમય ના કેલીડોસ્કોપ માં
મોહેં-જો-દડો અને હડપ્પાની આકૃતિઓ
ચકરાવે ચઢે છે…

ને બીજી જ પળે
ચ્હામાં પલળેલી બ્રેડ જેમ
આપણાથી ક્યારે તૂટી પડાશે
તે કહી શકાતું નથી.
હોંશે હોંશે ધુરા ધારણ કરનાર
આ લોકો તો છે
યુધ્ધ કરતાંય ભયંકર!
રાજકારણીઓ એટલે ઉધાઇ !
તમને ખ્યાલે ય ન આવે
તેમ ફોલી ખાય

અને પછી
તમારા રક્તમાં, તેમના
વિચારોની માટી ભરી ભરી
જીવતાં જ દફનાવી દે!
એમની વાણીના પ્રદૂષણે
હવે તો તરફડે ચે ભાષા ના શબ્દો

એમની પાસેથી
કામની કોઇ વાત તમે સાંભળી તો
તમને આ દેશ ની માટીના સમ!
એમની આંખો તો
પોતાનાં જ પ્રતિબિંબ ઝીલતી હોય છે
એટલે આપણને ક્યાં જોઇ શકે?

હે દેશવાસીઓ
એમના હાથોમાં
મહત્વકાંક્ષા ના થોરના થોર ઉગે છે
એની પર જીવતા આ લોકો
એને ભોંકે છે
આપણી આવતી કાલના મુલાયમ દિવસો માં-
એમની હૂંસાતૂસી માં
રહેંસાઇ રહ્યા છે
કુમળા બાળકો ના શ્વાસો

લોકશાહી ને સરમુખત્યારશાહી નાં
રેકેટ થી
તેઓ આપણને પીંછાંની જેમ ફંગોળે છે!
વચ્ચે વચ્ચે
ચૂંટણીની હાટડી ઉઘાડી
વચનો ની સુગરકોટેડ સ્વાર્થી કેપ્સ્યૂલ ગળાવી
દારુ કરતાં ય
વધુ બેહાલી સર્જી દે છે આપણી
આશીર્વાદો નો આટો ખાઇ
વકરેલા આ ડાયનોસોર
આપણી પૂંઠે પડ્યા છે!
પોતાના ખોરાક અર્થે આપણને
નવા નવા આદિવાસીઓ બનાવી

બસ
ખાયા કરે છે ચાવ્યા કરે છે.
થૂંક્યા કરે છે ચૂસ્યા કરે છે
ચાટ્યા કરે છે સૂંધ્યા કરે છે
અને
આપણે તો –??

-યોસેફ મેક્વાન
 

Advertisements

Responses

  1. 100% IT IS TRU. PAN TAM MOST OF APNE PAN JAVBDAR CHIYA.

  2. EK DAM SACHU KAHYU USUF BHAI TAME , ANO KOI RASTO NATHI , AA BADHU BANDH THAI SAKE TEM NATHI .

  3. ya i would be agree with you people.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: