Posted by: malji | એપ્રિલ 3, 2009

જિંદગીને મુઠ્ઠીમાં ભીડી દઉં છું….

ગીતા, કુરાન અને બાઇબલ ના અર્થોમાં વણાયેલું
કુદરત ના રુપેરી પાનાં પર લખાયેલું
પ્રેમ અને લાગણીના સંબંધોમાં ઝબકોળાયેલું
જિંદગી ની મોસમોની થપાટો થી ઘવાયેલું
સૂતરના કાચા કોરાના તાણેવાણે વણાયેલું
ઘરની બારીઓને અને મને વહાલથી ભીંજવીને વહેતા વરસાદ જેવું
દર્પણ માં પ્રતિબિંબિત થતા મારી જ આંખોમાં
ઉચી થઇ થઇ ને જોયા કરવાનું વારેવારે મન થાય એવા વિસ્મય જેવું
બાએ ઠાકોરજીના મંગલાના શણગાર માટે ગૂંથેલા કદંબના ફૂલો જેવું
જીવન મને જીવવા જેવું લાગે છે.
એટલે તો ક્યારેક જિંદગીને મુઠ્ઠીમાં ભીડી દઉં છું ચણોઠીની જેમ!

-નેહા યાજ્ઞિક

Advertisements

Responses

  1. સુંદર રચના…

  2. ba thkorji a magla na shangar mata guthal kdbna ful javu jen mane laga cha. khub sudhar rachana.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: