Posted by: malji | માર્ચ 28, 2009

ઓળખાણ પડે છે કે ?

જે જે

ઓળખાણ પડે છે કે શેઠજી ?

હા, ક્યાંક જોયાનું તો આવે છે યાદ ….

આપ તો મોટા માણસઃ

શી કરવી ફરીયાદ?

એક આવે ને બીજો જાય-

એમ તે કેટલાક ને યાદ રખાય?

આટલુંય યાદ રાખો છો

એ છે આપની મોટાઇ!

તબિયત તો સારી છે ને શેઠજી?

ઠીક છે.. ચાલે છે…

કેમ એમ બોલ્યા શેઠજી?

જવા દો ને વાત!

હમણાં નો તો ખોરાક જ નથી લેવાતો ને !

સવારે લઉં એક બે બટરટોસ્ટ

થોડાં લઉં અહિંસક ઇંડાં…

સાથે લઉં ટમાટાનો સૂપઃ

એકાદ શાક…

થોડું બીજું પરચૂરણ …

ખોરાક પર આપે મૂકયો ભારે કાપ!

પણ દાક્તર નું શું કહેવું છે શેઠજી?

શું કહેવાના હતા દાક્તર ?

દાક્તરે દાક્તરે જુદા મત !

કોઇ કહે છે બ્લડપ્રેશર,

કોઇ કહે છે મંદાગ્નિ!

કોઇ એકબીજાની સાથે

થતા જ નથી ને સંમત!

પણ શેઠજી! મળ્યા છો તો પૂછી લઉં;

ક્યારે ઘટશે આ મોંઘવારી?

ઓત્તારી!

તમે તો દીસો છે ભારે મૂર્ખ !

ક્યાં છે વળી મોંઘવારી?

ઊલટાનો જીવનધોરણ કેરો

ઘીરે ધીરે ઊચો આવી રહ્યો આંક …

તો શેઠજી! એમ કેમ

દિને દિને બનતા જઇએ છીએ રાંક ?

તમને એ નહીં સમજાય –

એમ કહી શેઠજી તો ચાલ્યા જાય !

શેઠજી ની સાચી વાતઃ

મતિમૂઢ મને આમાં ગતાગમ નવ પડે લેશ !

હું છું એક એવું પાત્ર

દિને દિને જેનાં ઘસાઇ રહયાં છે ગાત્ર !

હવે કંઇ ઓળખાણ પડે છે કે ?

હું છું એક ધીરે ધીરે રાણું થતું ફાનસ !

હું છું એક મધ્યમ વર્ગ નો માણસ !

–બાલમુકુન્દ દવે
જ.તાઃ ૦૭-૦૭-૧૯૧૬, જન્મસ્થળ અને વતનઃ વડોદરા,
અ.તાઃ ૨૮.૦૨.૧૯૯૩. અભ્યાસ-મેટ્રિક
કાવ્યસંગ્રહઃ
પરીક્રમા (૧૯૫૫), કુન્તલ (૧૯૯૨)

Advertisements

Responses

  1. hmmmm
    saachchi vat…

  2. jane ganthi vacche pishito bajaro


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: