Posted by: malji | માર્ચ 23, 2009

ભજન કરે તે જીતે

વજન કરે તે હારે રે મનવા
          ભજન કરે તે જીતે
તુલસી-દલથી તોલ કરો તો
          બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
          તો મેરુથી મોટોઃ
આ ભારે હળવા હરિવરને
         મૂલવવો શી રીતે!-
રે મનવા, ભજન કરે તે જીતે.
     એક ઘડી તને માંડ મળી છે
આ જીવતર ને ઘાટે,
     સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટેઃ
       સ્હેલીશ તું સાગર મોજે કે
પડયો રહીશ પછીતે?-
     રે મનવા, ભજન કરે તે જીતે
આવ, હવે તારા ગજ મૂકી,
     વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
        ક્યાં ત્રાજવડે તરવા ?
ચૌદ ભુવનનો સ્વામી આવે
       ચપટી ઘૂળ ની પ્રીતે-
રે મનવા, ભજન કરે તે જીતે.

-મકરન્દ દવે

કવિ પરીચયઃ મકરન્દ દવે
(૧૯૨૨-૨૦૦૫) કવિ, નિબંધકાર, ચરિત્રકાર.
કાવ્યસંગ્રહ- તરણાં, ગોરજ, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી.

Advertisements

Responses

  1. na dear dost bhajn kare anej parbhu vadhu kasoti ma nakhe chhe ….

  2. DEAR HIRAL bhale prabhu kasoti karato hoy pan tamane parabhut na thava de

  3. thik chhe

  4. […] ભજન કરે તે જીતે […]

  5. Makarand dave ni kavita gami..aajna bhajan thi vajan kari dhan nu shishyo vadhari lokone murkh banavi jite chhe…

  6. “BHAJAN”no arthsandarbh aa kavyman matra tambura vagadi gaya karvu…..em nathi….parantu ekliiiiiiiiiiiiinnnnnn bani javu em thay chhe,,,VAJAN etale manasjatni svarthbhari gantarioooooo……mate bhagvan sathena manushyna sambandhma gantrio na hovi joie…..to prabhune pami shkvano rasto thodok saral bane……………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: