Posted by: malji | માર્ચ 19, 2009

એ લોકો

એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેંચે છે.

એ લોકો પ્હેલાં ઘાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.

એ લોકો પ્હેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.

તે તે લોકો છે જ નહીં,
એ તો છે નોટો ને ખાઇ ઊછરતી ઊધઇ
બીજું એને ભાવતું નથી.

મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉંતો બસ !

-પ્રિયકાન્ત મણિયાર

કવિ પરીચયઃ
નામઃ પ્રિયકાન્ત મણિયાર
જન્મતારીખઃ ૨૪.૦૧.૧૯૨૭
જન્મસ્થળઃ વિરમગામ, વતનઃ અમરેલી
અવસાનઃ ૨૫.૦૬.૧૯૭૬
કાવ્યસંગ્રહઃ ‘આ નભઝૂકયું’, પ્રતીક(૧૯૫૩), અશબ્દરાત્રિ (૧૯૫૯), સ્પર્શ(૧૯૬૬)
સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૮૨)

Advertisements

Responses

  1. સુંદર હૃદયદ્રાવક રચના….

  2. very true..bijani agvad e mari tak..aa taksadu vepari na lakshan chh…khedut and sainik mate vadhu maan nipaje vahepaari karta ke ke vahepaari tamne kashu aapta pahela vichar karshe potano faaydo joshe…

  3. –પ્રિયકાન્ત મણિયાર

    કવિ પરીચયઃ
    નામઃ પ્રિયકાન્ત મણિયાર
    જન્મતારીખઃ ૨૪.૦૧.૧૯૨૭
    જન્મસ્થળઃ વિરમગામ, વતનઃ અમરેલી
    અવસાનઃ ૨૫.૦૬.૧૯૭૬- Amadavad
    કાવ્યસંગ્રહઃ ‘આ નભઝૂકયું’, પ્રતીક(૧૯૫૩), અશબ્દરાત્રિ (૧૯૫૯), સ્પર્શ(૧૯૬૬)
    સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૮૨)

    He will be in our heart as always.
    He was Dayaram of 20th century

    Trivedi Parivar

  4. આક્રોશની સબળ રજૂઆત !

  5. He is in our heart.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: