Posted by: malji | માર્ચ 18, 2009

વરસોનાં વરસ લાગે…

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફ નો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદ્દ્ભાગ્યે કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

-મનોજ ખંડેરીયા

કવિ પરીચયઃ
નામઃમનોજ ખંડેરીયા
જ.તાઃ ૦૬-૦૭-૧૯૪૩ સ્થળઃ જૂનાગઢ
કાવ્યસંગ્રહઃ ‘અચાનક'(૧૯૭૦) ‘અટકળ’ (૧૯૭૯)’હસ્તપ્રત'(૧૯૯૧)

Advertisements

Responses

  1. RELLY NICE. CHARN LIYN DODVA BHASHU VARSHO NA VARSH LAGA.

  2. વાહ!
    શ્રી મનોજ ખંડેરિયાની ટ્રેડમાર્ક ગઝલ લઈને આવ્યા છો હો!
    ખૂબ-ખૂબ અભિનંદન.
    વારંવાર વાંચવી,સાંભળવી ગમે એવી-સદાબહાર ગઝલ છે દોસ્ત!

  3. Really wonderful, ek second man j varsho no aabhas karavi de che.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: