Posted by: malji | માર્ચ 13, 2009

લગ્નિલ કન્યા નું ગીત

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇ ચાલ્યા રે ભૂવા પરદેશ ના

અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરું ની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજવી!

ઝામણ ઝેર ચડયું રે અંગે પાંગત બોલી પડઘા સંગે
અમ્મે સાવ થયાં નોઘારાં, મારા રાજવી!

ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇ ચાલ્યા રે ભૂવા પરદેશ ના

આંખે વાદળ  ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણા ના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!

ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડ નો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!

એવાં ઝળહળ જળ ને પીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇ ચાલ્યા રે ભૂવા પરદેશ ના

-જ્યેન્દ્ર શેખડીવાલા

કવિપરીચયઃ
નામઃ જયેન્દ્ર્કુમાર પટેલ જન્મઃ ૧૯૫૨
કવિ કાવ્યસંગ્રહઃ કિલક કર્દમપલ્લી

Advertisements

Responses

  1. nice,pachl malya padr kuva. is v. v. ifcative.

  2. ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડ નો ભડકો
    સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!

    good line

  3. i like that gujarati marreg song very much dear.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: