Posted by: malji | માર્ચ 12, 2009

ગમતાં નો કરી એ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાં ને કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડ માં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમંદર ની લ્હેર લાખ સુણી કયાંય સાંકળી ?
ખાડા ખાબોચિયા ને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ. —

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાંચવશે ક્યાં લગી ?
આવે તે આપ કરી પળ માં પસંદગી,
મુઠ્ઠી માં રાખતાં તો માટી ની પાંદડી
ને વેર્યે ફોરમ નો ફાલ.-

આવી મળ્યું ને દઇશ આંસુડે ઘોઇને,
ઝાંઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને ?
માઘવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ !-

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાં ને કરીએ ગુલાલ.

મકરંદ દવે

કવિ પરિચયઃ જન્મતારીખઃ ૧૩.૧૧.૧૯૨૨, જન્મસ્થળઃ ગોંડલ, અવસાનઃ ૩૧.૦૧.૨૦૦૫
કાવ્યસંગ્રહઃ ‘તરણાં’ (૧૯૫૧), ‘જ્યભેરી’ (૧૯૫૨), ‘શેણી વિજાણંદ’ (૧૯૫૬), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી'(૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮), ‘અમલપિયાલી’ (૧૯૮૦), ‘હવાબારી'(૧૯૯૩), ‘ગુલાલ અને ગુંજાર’ (૧૯૯૭),

વિજેતાઃ
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૯)
ગુજરાતી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર (૧૯૯૭)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: