Posted by: malji | માર્ચ 9, 2009

સહી નથી

મઝહબ ની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઇ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત નાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્વાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરઆન માં તો ક્યાંય પયમ્બર ની સહી નથી.

હિચકારું ક્રૃત્ય જોઇને ઇન્સાનોએ કહ્યું,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.

ડુબાડી દઇ શકું છું ગળાડૂબ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઇ કમી નથી.

ઊઠબેસમાં જો ભૂલ પડે મન ના કારણે,
એ બંદગી નો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવન ની ઠેસની તો હજુ કળ વળી નથી.

-જલન માતરી

Advertisements

Responses

  1. સુંદર રચના…

  2. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
    નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
    jalan matri no amar sher..maru sadbhagya ke malvanu thayu..mara sangrah ni pratsavna lakhi.

  3. mazhab ni etleto imaarat bali nathi
    shaytaan e swabhave koi aadmi nathi.
    bahuj saras tamari kalam ma jaadu chhe.

  4. ATI SUNDER KAVYA RACHANA .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: