Posted by: malji | ફેબ્રુવારી 27, 2009

ગીત

કાંઇ બોલ્યા વિના, હોઠ ખોલ્યા વિના, વાત વ્હેતી હવામાં છાની છાની
સૂર્ય ઝીલ્યા વિના, ફૂલ ખીલ્યા વિના, મ્હેક વ્હેતી હવામાં છાની છાની !

પીંછાં માં એક અમે પંખીને પામ્યા
ને ટહુકામાં પામ્યા આકાશ
એક દૅષ્ટિમાં સમજાયો જીવતર નો સાર
એક ટીપામાં સમંદર નો વાસ.

વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની
કાંઇ બોલ્યા વિના , હોઠ ખોલ્યા વિના, વાત વ્હેતી હવામાં છાની છાની.

આમ નજરું નો સંધાણો તાર અને
પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો
સહેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને
દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો.

નામ પૂછયા વિના, ઠામ પૂછયા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની
સૂર્ય ઝીલ્યા વિના, ફૂલ ખીલ્યા વિના, મ્હેક વ્હેતી હવામાં છાની છાની !

—લેખક શ્રી નિરંજન યાજ્ઞિક

 

Advertisements

Responses

  1. naam puchaya veena, tham puchya veena
    bhad waheti havwama chhani chhani
    SURYA jilya weena, ful khilya weena,
    mahek waheti hawama chhani chhani
    ati sundar kharekar pasand aavi.

    Comment by Chandra.

  2. આનું નામ તે ‘કવિતા’.
    કવિ કોણ? તો ‘લેખક.’


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: