Posted by: malji | ફેબ્રુવારી 26, 2009

મારું વડોદરા

ક્યાં મળે ફ્રેન્ડસમા આટલો પ્યાર
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા
વડોદરા મા જાતજાતના લોકો વસતા
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ,ક્યાં એવી ગરમી,
કોને યાદ નથી મમ્મીના ખોળાની નરમી.
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા છોકરીઓ દિલ ધડકાવતી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી વડોદરા ની વસ્તી..
ક્યાં એવી ઉત્તરાયણ,ક્યા એવી હોળી,
તહેવારોમા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરાત્રિ,ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા,ક્યાં એવા ધમાકા.
ક્યાં એવા ગણેશવિસર્જન ની ઠાઠ,
ગણપતિ બાપા મોર્યા હોય આખી રાત.

ક્યા મળે શિવરાત્રી ની મહા આરતી,
ક્યા મળે મંગળબજાર ની રંગીલી સાંજ,
ક્યા મળે સયાજીગાર્ડનની ચટાકેદાર રાત,
ક્યા મળે MSU ની મજા,ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે ડેરીડેન જેવો આઇસક્રીમ,
ક્યા મળે પારસ જેવુ પાન,
ક્યા મળે કેફે કોફી ડે જેવુ પીણું,
ક્યા મળે મહાકાળી નું ચટાકેદાર સેવઉસળ,
ક્યા મળે જગદીશ ની ભાખરવડી,
અને ક્યા મળે લારીલપ્પા ની લસ્સી,
ક્યા મળે આટલા બધા વડલા
તેના પર થી જ નામ પડયું વડોદરા.
વડોદરા નો રંગ નીરાળો, વડોદરા નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી,તો પણ ગર્વથી કહો
અમે છે વડોદરા વાસી….
અમે છે વડોદરા વાસી…..

-ઓરકુટ પર મારા મિત્રે મને સ્ક્રેપ લખ્યો હતો, અધુરો હતો, થોડું ઘણું ઉમેરી ને પોસ્ટ કર્યો છે.
વડોદરા વાસી ઓ ને ખુબ ગમશે. લેખક નું નામ નથી ખબર, માટે નથી લખ્યું, જેણે લખ્યો છે. સુંદર છે.

Advertisements

Responses

 1. આજે જે કૃતિ આપના બ્લોગ પર મૂકવામાં આવી છે તે આ અગાઉ ઘણાં બ્લોગ પર પ્રગટ થઈ ચૂકી છે. સૌએ પોતાના શહેરનું નામ જોડી જોડીને આ કૃતિ પોતાના બ્લોગ પર રજૂ કરી છે. એક બ્લોગ પર તેના રચયિતા “નવીન”ના નામનો ઉલ્લેખ થયો છે. આ કૃતિ અન્ય ક્યા બ્લોગ પર અને ક્યારે પ્રગટ થઈ છે તેની વિગત આપું છું.
  http://dhavalrajgeera.wordpress.com/2009/02/04/ બ્લોગ પર ફેબ્રુઆરી ૪, ૨૦૦૯ના રોજ, http://tech.groups.yahoo.com/group/cb_jadeja/message/2 બ્લોગ પર એપ્રિલ ૧૦, ૨૦૦૭ના રોજ,
  http://vatsalpatel270490.blogspot.com/2007/12/gujarati-sahitya-3.html બ્લોગ પર ડિસેમ્બર ૨૦, ૨૦૦૭ના રોજ, http://depsspatel.blogspot.com/2008/09/blog-post.html?zx=399d39818120f293 બ્લોગ પર સપ્ટેમ્બર ૧૦, ૨૦૦૮ના રોજ અને http://jay4u1.blogspot.com/2008/04/blog-post.html
  બ્લોગ પર એપ્રિલ ૨૦૦૮માં પ્રગટ થઈ ચૂકી છે.
  હું ફરીવાર આપને વિનંતિ કરું છું કે અગાઉ અન્ય બ્લોગ પર પ્રગટ થઈ ચૂકેલી રચનાઓ આપના બ્લોગ પર મૂકવાને બદલે નવું કંઈ મૂકવાનો પ્રયાસ કરશો તો બધાને કંઈ નવું વાંચવાનું ગમશે.

 2. હિનાબેન શોધી ને લિંકો આપવા બદલ ખુબ આભાર,
  નવું લખવા વિશે, કહું તો, મારા માટે તો આ નવી જ કવિતા હતી, કેમ કે મે પહેલી વાર
  વાંચી…. મારા જેવા કેટલાય હશે, કે જે આ પહેલી વાર વાંચતા હશે. ભલે બધા એ, શહેર નું નામ જોડીને પોસ્ટ કરી હોય. પણ વડોદરા વિશે લખવા ની મને ઇચ્છા થઇ માટે મેં પોસ્ટ કરી છે. અને તેમાં બે ચાર લાઇન પણ એડ પણ કરી છે.

  આભાર

 3. આ ઓર્કુટની દેન છે અને ઓર્કુટ પર સ્ક્રેપ કરીને કંટાળેલા બ્લોગ તરફ વળ્યા છે તેનું આ પરિણામ છે. એટલું સારું છે કે મલજીએ કવિતામાં થોડી લાઈનો ઉમેરી છે, વધારે સારું અને અભિનંદનીય કાર્ય પણ થઈ શક્યું હોત જો આ કવિતાને સારી રીતે મઠારવામાં (જુ.કાકાની મદદ લઈ શકાય?) આવે, તેમાં રહેલી જોડણીભૂલો સુધારી લેવામાં આવે.

  લોકગીત જેવી આ રચનાના લેખકનું નામ “હાસ્ય દરબાર” પર નવીન અપાયું છે તો ચેતન સચાણીયાએ તેમના બ્લોગ “ગુજરાતી કવિતાઓ” પર આ રચના તેમણે ગુજરાતીમાં રૂપાંતર કરી છે તેવો દાવો કર્યો છે!

  જય હો!

 4. Malji
  મેં પણ પહેલીવાર જ વાંચી છે બરોડિયન હોવાના નાતે મજા આવી ગઇ…અને તમને નવુ લાગે તો પોસ્ટ કરી દેવુ… એક જ વસ્તુ 7-8 જગ્યાએ હશે તો કોઇ ફરક નથી પડતો(as long as original writer gets credit)… ઉલ્ટુ ગુજરાતીનો ફેલાવો થાય છે…

  so લગે રહો!!!

 5. Dear maljibhai,

  good,

  i dont know that malji is your actual name or not, but i like your blog and its sweet adds.

  regards,
  jd

 6. Thanks Jankrut
  My real name is Vimal ….

 7. માલ્જી નામ જબરું લાવ્યા છો. ઉઠાવજી હોત તો મજા આવત 😉

 8. VADODARA YAD AVI GAYU , ABHAR MALJI BHAI …

 9. Being a Barodian, I enjoyed the poem a lot. Thanks for posting Vimalbhai. Bina


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: