Posted by: malji | ફેબ્રુવારી 14, 2009

ભૂલી ન જા

ભૂલી ન જા

એક વેળા તેં મને ચાહ્યો હતો એ વાતને ભૂલી ન જા
આપણે પર્વતને પણ તોડયો હતો તે વાતને ભૂલી ન જા.

તેં જ તો આકાશ ફાડયું, તું જ ચમકી, ઝરમરી, વરસી પડી;
હું જ એ વરસાદ માં નાહ્યો હતો એ વાત ને ભૂલી ન જા.

તું હલેસાં શ્વાસનાં લઇ નીકળી’તી કેટલા ઉત્સાહ થી,
ને મને દરિયો ગણી ખેડયો હતો એ વાતને ભુલી ન જા.

તેં ભલે ને સાવ અમથો માર્ગ બદલાવ્યો હશે, તો પણ અહીં-
એક આખો કાફલો તુટયો હતો એ વાત ને ભૂલી ન જા.

એક ક્ષણમાં આ બધું ભૂલી જશે તો છે તને અધિકાર, પણ
એક વેળા તેં મને ચાહ્યો હતો એ વાત ને ભૂલી ન જા.

-શ્રી હર્ષદ ત્રિવેદી

Advertisements

Responses

  1. ખૂબ સરસ.

  2. saras kavita ,,,
    tamari kalam ma jadu bharyu che

  3. very god post


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: