Posted by: malji | ફેબ્રુવારી 7, 2009

માયાનગરી

માયાનગરી

જળથળ માં માયાનગરી છે મનને તું પાછું વાળી લે
એ મોહમયી પણ મગરી છે મનને તું પાછું વાળી લે

 

ખોલ નહીં એવા કાગળ ને જેના સરનામે તાળું છે
પીડાની અંગત વખરી છે મનને તું પાછું વાળી લે

કોઇ પવન ને અંધ કરે છે કોણ લખે છે ગંગાલહેરી
આ વાત સમજવી અઘરી છે મનને તું પાછું વાળી લે

લાગે છે કે દુઃખનો સૂરજ મૂશળઘારે વરસી પડશે
અહીં સહુ ની માથે છતરી ને મનને તું પાછું વાળી લે

ઊંચા સાદે બોલું છું તો ધ્રુજે છે આ ઘરની ભીંતો
મૂંગા ઘરમાં રજ નકરી છે મનને તું પાછું વાળી લે

વર્ષો બાદ તને ભેટયાની ઘટના સોનેરી નળિયાં છે
ગાંઠે તાંદુલ ની ગઠરી છે મનને તું પાછું વાળી લે

મનમંડપ માં ચંદ્ર ઊગ્યો ને તનસમંદર માં લોઢ ઉછળ્યા
ગત જન્મો ની ગત વકરી છે મન ને તું પાછું વાળી લે

–શ્રી મહેન્દ્ર જોશી

Advertisements

Responses

  1. manmandap ma chandra ugyo ne tansamandar
    ma lodh uchadya
    gat janmo ni gat vakari che man ne tu pachi vadi
    le………………
    Wah maya nagari…khub sundar.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: