Posted by: malji | ફેબ્રુવારી 6, 2009

એ છોકરી નું ઘર

એ છોકરી નું ઘર By -જ્યોત્સના ત્રિવેદી

આ ડ્રગ્સ, આ સ્મગલિંગ, આ બ્લેક-માર્કેટિંગ
આ બદલાયેલા સેક્સુઅલ કોન્સેપ્ટ્સ, આ મોડલિંગ
થોડોક ડિસ્કાઉન્ટ નબળી ચીજો માટે
ને એકસ્ટ્રા પેમેન્ટ ઓવરટાઇમ માટે ઓફિસમાં-

 

હજીયે ભણાવ્યે જાઉં છું છોકરી ઓને કોલેજમાં
મૃચ્છકટિક, રઘુવંશમ ને શાકુંતલ
હજીયે આ પડતી સંસ્કૃતિના તિતરબિતર દિવસોમાં
શીખ્વયે જાઉં છું ‘સરસ્વતીચંદ્ર’ ની ગુણિયલ નો ગૃહસંસાર

 

ને વર્ગ માં ભણતી દરેક છોકરી ઝંખે છે
એવા એક નાનકડા ઘરને
જેનાં વાંસ અને બદામડીનાં પર્ણોમાં માળા હોય ચકલાં ને કાબર ના
મઘમાખીઓ ગણગણતી હોય એણે સાંભળેલી વાર્તા ઓ જેવી

 

પ્રાંગણ નાં આંબા ની ડાળ ઉપર-
મઘમઘતું હોય ગુલાબ અને મોગરા થી એનું નનકુંક પ્રાન્તર
ને એ બપોર ની વિશ્રંભકથા ઓ વેળાએ
વાંચતી હોય કોઇ નવી ક્વયિત્રિ નો કાવ્યસંગ્રહ –

 

પણ અચાનક અટકી ગયેલા ટ્રાફિકમાં
ને હોલવાઇ ગયેલી સીલિંગની નીઓન લાઇટ્સ માં
એને ખબર પડે છે કે
જ્યાં એ હોવી જોઇએ ત્યાં એ નથી,એના કેન્દ્રમાં ઘરી નથી ઘારિત્રી ની
ને એણે કલ્પેલા ઘર માં કોઇ એનું નામ સુઘ્દ્રાં જાણતું નથી

 

અને અચાનક મઘપુડા પર પથ્થર વાગી જતાં
મઘમાખીઓ બ્હાવરી બનીને પુનઃ પુનઃ શોઘ્યા કરે પેલી આંબાની ડાળને
એમ એ ગોત્યા કરશે

 

મકાન ના તળિયાથી ઉપર ની વિલાયતી ટાઇલ્સ લગી
બાથરુમ માં,કિચનમાં, દીવાનખાનામાં, બેડરુમ ની બારી બહાર તૂટેલા
આકાશ માં -એનું ઘર

 

જે નવલકથા ઓ અને મહાકાવ્યો શીખતાં શીખતાં
સતત બાંઘ્યાં કર્યું હતું વર્ષો થી એના હ્રદય માં-
શબ્દો નાં ઇંટ અને પ્લાસ્ટર ઓફ પેરીસ થી……

 

-જ્યોત્સના ત્રિવેદી

Advertisements

Responses

  1. You sure have a very good command in Gujarati and English too. Must try some other Indian languages to spice up your thoughts.
    Mahendra.

  2. ધારદાર રજૂઆત. રચના ગમી.

  3. Wah Wah Mahendraji Maja Aavi Gai….

  4. kavitani sharuat ma to shahenai vagti hoi tevu
    lagayu…………..parantu jem jem vanch to gayo
    tyare aankho ma jadjadiya aavi gaya.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: