Posted by: malji | ફેબ્રુવારી 5, 2009

હે અમેરીકા !

આજે મારા બ્લોગ પર ૧૦૦ મી પોસ્ટ મુકી છે. તમારા બ્લોગ વિશે તેમજ કવિતા ઓ વિશે ના અભિપ્રાયો બદલ આભાર. આશા છે કે, વઘુ ને વધુ કમેન્ટ્સ આપતા રહેશો. બ્લોગ ની મુલાકાત બદલ આપનો ખુબ ખુબ આભાર. જય શ્રી કૃષ્ણ.

 

હે અમેરીકા !

 

હું અમેરીકા નો વૈભવ માણું છું

ઝેર કે અમૃત છે, ક્યાં જાણું છુ?

થાય છે જાણે પ્રતીતિ એવી કે-

આ છલોછલ જામમાં હું કોણ છું

 

કેસિનોમાં જોઉં ખેલાતો જુગાર

કોઇ જીતે કોઇ હારે બેસુમાર

રંગીલી દુનિયા અહર્નિશ જાગતી

હોય રેલમછેલ અંદર ને બહાર

 

મોહ-માયા પર નજર મારી ઠરી છે

મેં છબી ન્યૂયોર્કની અંકિત કરી છે

ગોરી ને કાળી પ્રજા માં કેવું કલ્ચર?

‘હાય’ની ને ‘બાય’ની ક્ષણવિસ્તરી છે

 

સ્વર્ગ જેવી ભવ્યતા વાંચ્યા કરું

સ્મિત ફિક્કાં હું બધે પામ્યાં કરું

કોઇને પણ કાલની ચિંતા નથી

લોક છે બિન્દાસ્ત, હું તાક્યા કરું

 

દ્ર્ષ્ટિ કેવી, સૃષ્ટિ કેવી, ઘેલું લાગ્યું છે અને

પ્રેમપંખીડા નું વર્ણન ખૂબ વાગ્યું છે અને

કારનાં ટોળાંમહીં દોડ્યા કરે રોનક સતત

આ અમેરીકા યૌવન રોજ જાગ્યું છે અને

 

બસ અહીં તો ખાવું, પીવું ને મજા

ચોતરફ ફરકે છે ડોલર ની ઘજા

મુકિત,સુખ,સગવડ શ્વસું છું તે છતાં

હાંફું છું જાણે હું, આ કેવી સજા ?

 

આમ જાણે છે અહીં લીલાલહેર

ચોતરફ સમૃધ્ધિ ની વ્હેતી નહેર

આપણું એ આપણું, છો રાંક હો

યાદ આવે છે મને સુરત શહેર

 

ગૌર, માંસલ ને મુલાયમ સાથળો

નારી પણ સિગરેટ ફુંકે છે, મળો

હાસ્ય પણ કૃત્રિમ, લાલી હોઠ પર

થેંક યુ, હગ, કિસમહીં ડુબે પળો

 

હસ્તઘૂનન ની જોઓ વણજાર છે

સોશિયલ લાઇફ તો ઠંડીગાર છે!

કેટલો વ્હાલો અહીં  સૌને શરાબ

સ્ટ્રેસ ને સ્ટ્રેઇન તો પારાવાર છે!

 

આગવાં સંશોઘનો નું આ જગત

સેક્સ, માંસાહાર, દારુ છે સહજ

છે સમય નો ચુસ્ત આગ્રહ પણ અહીં

ને વળી કર્તવ્ય, નૈતિકતા સરસ

 

દેશ ભૌતિકતા વડે ચકચૂર છે

સાઘનો સૌ શ્રેષ્ઠ ને ભરપૂર છે

છે પ્રણાલી કેવી? મહીમા પણ અકળ

વિકૃતિઓ કૈં ભયંકર, ક્રુર છે

 

શિસ્ત નું પાલન અહીં નો ઘર્મ છે

ચોકસાઇ ને ચીવટ, શું કર્મ છે?

સ્ફુતી ને ઉત્સાહ, જલસા ને ઉમંગ

પશ્ચિમી સંસ્કૃતિ નો આ મર્મ છે.

 

 

-દિલીપ મોદી

 

Advertisements

Responses

 1. congratulations for the century ! Nice one

 2. શિસ્ત નું પાલન અહીં નો ઘર્મ છે
  ચોકસાઇ ને ચીવટ, શું કર્મ છે?
  સ્ફુતી ને ઉત્સાહ, જલસા ને ઉમંગ
  પશ્ચિમી સંસ્કૃતિ નો આ મર્મ છે.
  (this is true…may our culture learn something out of it!!!!)

 3. મોહ-માયા પર નજર મારી ઠરી છે.

  મેં છબી ન્યૂયોર્કની અંકિત કરી છે.

  ગોરી ને કાળી પ્રજા માં કેવું કલ્ચર?

  ‘હાય’ની ને ‘બાય’ની ક્ષણવિસ્તરી છે.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 4. સરસ…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: