Posted by: malji | ફેબ્રુવારી 4, 2009

મારું બચપણ ખોવાયું

મારું બચપણ ખોવાયું

પાંચીકા રમતી’તી, દોરડાંઓ કુદતી’તી, ઝુલતી,તી આંબાની ડાળે
ગામને પાદરિયે જાન એક આવી, ને મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

મઘમીઠા મહુડાના ઝાડ તળે બેસી ને લખતી,તી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખિતંગ બાકી હતું, ને મારે અંગે ચોળાઇ ગઇ પીઠી
આંગણ માં ઓકળીયું પાડતા બે હા લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
                                        મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

પાનેતર પહેરી ને પંખી ઉદાસ, છતામ મલકાતાં મામા ને કાકી
બાપુના હુક્કા માં તંબાકુ ભરવાનું, બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી, મારા બાપુ નાં ચશ્માં પલાળે
                                      મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

ઢોલ અને શરણાઇ શેરીમાં વાગિયાં ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશા માં ઉગેલી કૂંપળ તોડાઇ એક તાજી
ગોરમા ને પાંચ પાંચ વરસોથી પૂજ્યાં ને ગોરમા જ નાવ ને ડુબાડે
                                          મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

 

-મૂકેશ જોશી

Advertisements

Responses

  1. જય શ્રીકૃષ્ણ
    ખરેખર આ કાવ્ય બે ભાવ ઉત્પન્ન કરે છે એક કે આ બાળલગ્નની મજબૂરી સમજાવતુ હોય તેવું લાગે છે તો વળી યૌવનમાં પ્રવેશેલી અને જે સંસાર માંડવા જઈ રહી છે તેવી યુવતીની પોતાની પિયર પ્રત્યેની લાગણી વ્યક્ય થતી લાગે છે.
    pls visit my blog and comment too if u want
    http://drmanwish.wordpress.com/
    http://sulabhgurjari.com/

    with regards
    Dr.Hitesh Chauhan

  2. અતિ સુન્દર! બીના
    http://binatrivedi.wordpress.com/

  3. અતિ સુન્દર! બીના

  4. whonderfulll atii sunder aam ja navu navuu aap taa rahooo Randhir Naik NJ USA

  5. bhuj saras chhe tame bhuj saru collaction chhe tmari pase

  6. ખુબ સરસ છે તમારી આ કવિતા વાંચતાની સાથે પેલી છોકરીની વ્‍યથા જાણવા મળે છે. અને હ્રદયમાં અલગ લાગણી ઉત્‍પન થાય છે. ખુબ સરસ છે. આ કવિતા.

  7. sunder kavita……….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: