Posted by: malji | ફેબ્રુવારી 1, 2009

અરે,કોઇ તો..

અરે,કોઇ તો..

 

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો

મારા કાન માં કંઇક ગર્જે છે.

દીવાલ પરનું ઇલેકિટ્રક ઘડિયાળ

વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.

ટયુબલાઇટ નું સ્ટાર્ટર

તમરાં નું ટોળું થૈ કણસ્યા કરે છે.

ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી

ડચકાં ભરતી ભરતી રણકે છે.

ઘરનો નોકર દુઘવાળા જોડે

અફવાઓની આપલે કરે છે.

પડોશણ નો અપરિચિત ચહેરો

કુથલીનાં ડાયલ ફેરવે છે.

રસ્તા પર નો નાહકનો ઝઘડો

બારી વાટે મારા ઘર માં પ્રવેશે છે.

ઓચિતોં ફ્યુઝ જતાં, લાઇટ

અંઘારું થઇને પથરાઇ જાય છે.

મારો આંખો માળો અંઘારો ઘબ્…

 

નીચલે માળથી વ્યાસ બુમ પાડે છે ;

“કાલિદાસ !તુકારામ ! અલ્યા નરસિંહ! અરે, કોઇતો

ઇલેકિટ્રશિયનને બોલાવો !”

બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે ;

“અરે, ગિરિઘર! સાંભળે છે કે, —

પહેલા મીણબત્તી તો લાવ.”

 

અને-

 

મારી ચાલીમાં

મારા માળામાં

મારા ઘર માં

મારા દેશ માં

મીણબત્તી ની શોઘાશોઘ ચાલે છે…..

 

-જગદીશ જોષી

Advertisements

Responses

  1. bajuwada meerababen swasth awaje kaheche
    Areeeeeeeeeeeeeeeeeeee
    Geerdhar sambhade che ke,,,,,,,,,,,,,,,,
    pahela minbati(candle) to lav.,,,,,,,,,,,,,
    mara deshma minbatini shodhashod chale che.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: