Posted by: malji | જાન્યુઆરી 29, 2009

અમે ઇચ્છ્યું એવું….

અમે ઇચ્છ્યું એવું….

એક એવું ઘર મળે આ વિશ્વમાં –
જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું!
એક એવું આંગણું કે જ્યાં મને –
કોઇ પણ કારણ વગર શૈશવ મળે!

એક,બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઇ શકું!
‘કેમ છો ?’ એવુંય ના કહેવું પડે-
સાથ એવો પંથમાં ભવ ભવ મળે!

એક એવી હોય મહેફિલ, જ્યાં મને
કોઇ બોલાવે નહીં ને જઇ શકું !
એક ટહુકા માં જ આ રુંવે રુંવે
પાનખર ના આગમન નો રવ મળે !

તોય તે ના રંજ કંઇ મન માં રહે
–અહીં થી ઊભો થાઉં ને નવજીવન મળે!

-માઘવ રામાનુજ

Advertisements

Responses

  1. પ્રિય મલજીભાઈ,

    અવારનવાર આપના બ્લૉગ પર નજર નાંખતો રહું છું. આજે પ્રતિભાવ આપવા રોકાયો છું.

    માધવ રામાનુજની આ અદભુત રચનાનાં અંતે આપે મૃત્યુના સ્થાને નવજીવન શબ્દ કેમ પ્રયોજ્યો છે તે સમજાયું નહીં…

  2. ખુબ સરસ, મને એમ જ થતુ હતું કે કોઇ એ ઘ્યાન ન આપ્યુ, આ વાક્ય પર પણ તમે આપ્યું એ મને ખુબ જ ગમ્યું. હું જ્યારે આ કવિતા ટાઇપ કરતો હતો ત્યારે છેલ્લે જ્યારે મ્રુત્યુ શબ્દ આવ્યો અને મને થયું કે આટલી સુંદર કવિતા, નો અંત મ્રુત્યુ માંગવાથી ન થવો જોઇએ માટે, ત્યાં નવજીવન મુકી જે જોયું જે મને ગમ્યું માટે.

    માફ કરજો માઘવ રામાનુજ

  3. excellent word selection, beautiful ‘khyaal’

  4. i like tht so much i cant write on gujarati but i love this


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: