Posted by: malji | જાન્યુઆરી 25, 2009

રાષ્ટ્રધ્વજ વિશે


રાષ્ટ્રધ્વજ નો ઉદ્દગમ અને તવારીખ

ઘણાબઘા પડકારો, સંઘર્ષો-યાતનાઓ વેઠી ભારત ને ગુલામીમાં થી મુકિત અપાવનાર આઝાદીના લડવૈયા રાજનેતા સ્વાતંત્ર્યના સેનાનીઓની રહેમત દ્વારા મહામુલી આઝાદી પ્રાપ્ત કરી છે.આઝાદી ના પર્વને ૧૫મી ઓગસ્ટે -સ્વાતંત્ર્ય દિન તરીકે અને ૨૬મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન તરીકે સમગ્ર દેશ માં ઉજવણી થાય છે. જેના મુખ્યકાર્યક્ર્મ તરીકે ધ્વજવંદન હોય છે. દરેક દેશને પોતાનાં રાષ્ટ્રધ્વજ અને તેનો ઇતિહાસ હોય છે.

૧૯૩૧ માં કોંગ્રેસની કરાંચી માં મળેલી કાર્યકારી સમિતિ એ ૧૯૩૧ માં અખિલ હિંદ કોંગ્રેસ અધિવેશન વિજ્યવાડા મુકામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ સફેદ લીલા અને લાલ રંગ ના પટ્ટાવાળા ત્રિરંગા નું સુચન કરેલ. જેની મઘ્ય માં રેંટિયા નું નિશાન હતું તે ત્રિરંગા ને બદલે ઉપર ના ભાગ માં કેસરી અને ડાબી બાજુ એ રેટિયા એ મુજબના નવા ધ્વજનું સુચન કરેલ છેવટે ઓગસ્ટ માં કેસરી-સફેલ અને લીલો ત્રણ રંગ ના પટ્ટાવાળો ઘ્વજ તૈયાર થયો જેને મુંબઇ ખાતે મળેલ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એ આ ઘ્વજ નાં કાયદેસર રીતે સ્વીકાર કર્યો. આમ ૨૬ એપ્રિલ ૧૯૩૧ નો દિવસ રાષ્ટ્રીય ઘ્વજ દિન તરીકે ઉજવાયો. છેલ્લે પંડીત જવાહરલાલ નહેરુ એ ૨૨ મી જુલાઇ ૧૯૪૭ ના રોજ વચ્ચે સફેદ પટ્ટા માં થી રેંટિયો દુર કરી અશોક ચક્ર ના નિશાન વાળો નવો ઘ્વજ સુચવ્યો જેને બંઘારણ સભાએ બહાલી આપી.

બંન્ને રાષ્ટ્ર્ઘ્વજ નો ઇતિહાસ ઃ

રાષ્ટ્રઘ્વજ ની વર્તમાન ડિઝાઇન માદામ ભીમાજીકામા પારસીબાનુ જ્યારે ફ્રાન્સ માં વસતા હતા ત્યારે તેઓ ના સહકાર્યકરો સાથે મળી ત્રિરંગા ઘ્વજની યોજના મુર્તિમંત કરી હતી. ઘ્વજ ના ત્રણ રંગ ને અનુક્ર્મે કેસરી રંગ સાહસ અને ત્યાગ નું પ્રતીક , સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતીક, જ્યારે લીલો રંગ ઘરતીમાતા નો હરિયાળો રંગ સુચવે છે. ઘ્વજ માં વચ્ચે ઘેરા ભુરા રંગ નું ચક્ર હોય છે. જેમાં કુલ ૨૪ આકા છે જે ૨૪ કલાકના દિવસ નું પ્રતીક છે. ચક્ર ગતિ અને પ્રગતિ સુચવે છે.

આ ચક્ર સારનાથ ના સ્તુપ અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. બોઘ્ઘ ધર્મ પ્રમાણે આ ચક્ર ઘર્મ અને ન્યાય ના પ્રતીક સમાન છે. આ ચક્ર ભારતની પ્રાચીન સંસ્ક્રુતી, નાગરીકોનું કર્તવ્ય ન્યાય તથા સત્ય નું સંસ્મરણ કરાવે છે.

રાષ્ટ્રઘ્વજ ફરકાવવાના નિયમો :-

— રાષ્ટ્રઘ્વજ નું માપ ૩;૨ ના પ્રમાણ માં હોવુ જોઇએ.

— રાષ્ટ્રઘ્વજ ની લંબાઇ કરતા ૧૦ ગણો મોટો ઘ્વજ-સ્તંભ હોવો જોઇએ.

— રાષ્ટ્રઘ્વજ સુર્યોદય પછી ફરકાવવો તથા સુર્યાસ્ત પહેલા ઉતારી લેવો જોઇએ.

— રાષ્ટ્રઘ્વજ ફરકાવવા માં ઉતાવળ કરવી જોઇએ જ્યારે ઉતારતી વખતે ઘીમે ઘીમે શિષ્ટાચાર પુર્વક ઉતારવો જોઇએ.

— રાષ્ટ્રઘ્વજને સલામી હંમેશા ટોપી, યા હેટ પહેરેલ હોય તો જ આપી શકાય નહિતર સાવધાન સ્થિતિ માં રહેવું.

રાષ્ટ્રઘ્વજ અંગે ઘ્યાનમાં રાખવા જેવી બાબતો :-

— રાષ્ટ્રઘ્વજ સ્વચ્છ હોવો જોઇએ.

— અન્ય કોઇ ઘ્વજ રાષ્ટ્રઘ્વ ની જમણી બાજુ એ તેનાથી ઉંચાઇ એ ફરકાવી શકાય નહિં

— રેલી કે પરેડ વખતે રાષ્ટ્રઘ્વ કુચ કરનારની જમણી બાજુ એ રહે તેમ રાખવો.

— મિલિટરી ગ્રુપમાં રાષ્ટ્રઘ્વ હંમેશા વચ્ચે રહે છે અને તેનાથી બે ડગલા આગળ રહી પરેડ થાય છે.

— રાષ્ટ્રઘ્વજને બીજા, કોઇ ઘ્વજ સાથે એકજ સ્તંભ પર ફરકાવી શકાય નહિ.

— રાષ્ટ્રઘ્વજ ઉપર કોઇ પણ પ્રકારનું લખાણ લખી શકાય નહિં.

— ઘ્વજ નો ઉપયોગ અઘ્યક્ષની પાટલી કે અધ્યક્ષના, મંચ ને ઢાકવાં માટે થઇ શકે નહી.

— ઘ્વજ નો કઇ પણ મેળવવા, આપવા, ઘરાવવા અથવા લઇ જવા માટે કાંઇ પાત્ર તરીકે ઉપયોગ થઇ શકે નહી.

— ખાનગી અત્યેષ્ટિ સમય ઘ્વજ નો ઉપયોગ શબને ઢાકવા માટે થઇ શકે નહી.

— રાજ્ય રાષ્ટ્ર, લશ્કર અને કેન્દ્ર સરકારની અર્ધ લશ્કરી દળો તરફ થી થતી અત્યેષ્ટિ માં ઘ્વજ શબ પર ઢાંકવા માં આવે ત્યારે કેસરી રંગ માથા તરફ રાખવામાં આવશે.

–અગ્નિ સંસ્કાર કબર માં દફન કરતા પહેલા શબ ઉપરથી ઘ્વજ સન્માન થી ખસેડી લેવામાં આવશે. ઘ્વજ ને ઇરાદાપુર્વક જમીન, અથવા ભોંયતળીયે અડકવા દઇ શકાય નહી.

— અગત્ય ના રાષ્ટ્રીય પ્રસંગો, સાંસ્ક્રુતીક અને ખેલકુદ નાં પ્રસંગો એ જાહેર જનતા કાગળ/પ્લાસ્ટીક ના બનેલ ઘ્વજ ફરકાવી શકશે પરંતુ પ્રસંગ પુરો થતાં આવા ઘ્વજ જમીન ઉપર ફેકી દેવાને બદલે ઘ્વજ નાં સન્માન ને ઘ્યાન લઇ ખાનગી રાહે નિકાલ કરવો જોઇએ.

— દરેક ભારતીય નાગરીકે રાષ્ટ્રઘ્વજ નું સન્માન કરવું એ તેની ફરજ અને કર્તવ્ય છે. ત્રિરંગા ની આન, બાન અને શાન જાળવવા ની તમામ ની ફરજ છે.

— રાષ્ટ્રઘ્વજનું ઇરાદાપુર્વક સન્માન નહી કરનાર ને દંડ અને ત્રણ વર્ષ સુધી ની કેદ ની જોગવાઇ છે.

–સરકારે બહાર પાડેલ સુચના અનુસાર ઘ્વજ મકાનો, અન્ય સ્થળે અર્ધી કાઠી એ ફરકાવી લહેરાતો હોય તે સિવાય ઘ્વજ અર્ધી કાઠી એ લહેરાવી શકાય નહી.

આ માહિતી દાહોદની નવજીવન કોલેજ ના પ્રાઘ્યાપકે લખી છે. અને ગુજરાત સમાચાર માં છાપવામાં આવી છે.જે જાણવા જેવી છે, માટે બ્લોગ પર જાણકારી માટે લખી છે. તમે પણ વાંચી ને લોકો ને જણાવો, આમેય આપણા દેશ માં ૮૦% લોકો ને આમાં થી અડઘા વિશે ખબર નહી હોય.

Thanks to Gujarat Samachar..

Advertisements

Responses

  1. Nice information..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: