Posted by: malji | જાન્યુઆરી 22, 2009

ચાંદની ફેલાઇ ગઇ

ચાંદની ફેલાઇ ગઇ

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ ;
આંગળી જળ માં થી નીકળી જે જગા પુરાઇ ગઇ.

આગમન એનું સુણીને ઉર્મિઓ હરખાઇ ગઇ ;
ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઇ ગઇ.

દર્દમાં ઠંડક, દીલાસા માં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઇ ગઇ.

આત્મા પરમાત્માને, દેહ માટી ને દીઘું,
જે મતા જેની હતી એને બધી સોંપાઇ ગઇ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે
ખુદ કજા મારો ઘસારો જોઇને ગભરાઇ ગઇ.

વાસ્તવ માં વિરહ પણ છે એક મ્રુત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઇ ગઇ.

મુજને “ઓજસ” ના સ્વરુપે આ જગત જોતું રહ્યું,
આંખ બઘાની “એને” ઓળખવા માં ઠોકર ખાઇ ગઇ.

–“ઓજસ” પાલનપુરી

Advertisements

Responses

  1. આગમન એનું સુણીને ઉર્મિઓ હરખાઇ ગઇ ;
    ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઇ ગઇ.

    really nicely written.

  2. આગમન એનું સુણીને ઉર્મિઓ હરખાઇ ગઇ ;
    ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઇ ગઇ.

    આ ઓજસનો શેર છે એ આજે ખબર પડી. આભાર …


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: