Posted by: malji | જાન્યુઆરી 16, 2009

જ્યારે પ્રણયની….

જ્યારે પ્રણયની….

જ્યારે પ્રણયની જગમાં શરુઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.

પહેલા પવન માં ક્યારે હતી આટલી મહેક?
રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે.

ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઇ હશે.

ઉતરી ગયા છે ફુલના ચહેરા વસંતમાં,
તારા જ રુપરંગ વિશે વાત થઇ હશે.

“આદિલ”ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસ થી શરુઆત થઇ હશે.

-આદિલ મન્સુરી

Advertisements

Responses

  1. આદિલની સુંદર ગઝલ..
    હા, કબરમાં પોઢેલા આદિલ સ્મરી લેજે દિલીપ,
    મુજ વતનની ધૂળ રેતનું શહેર વચ્ચે આવશે

  2. ઉતરી ગયા છે ફુલના ચહેરા વસંતમાં,
    તારા જ રુપરંગ વિશે વાત થઇ હશે.

    khub sarash maza avi gai


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: