Posted by: malji | જાન્યુઆરી 13, 2009

જીન્સ મહિમા

જીન્સ મહિમા

એમ રંગાયો છું ડેનિમ રંગ માં રે
અસ્ત્રશસ્ત્ર છોડી ને જીનનું વસ્ત્ર ઘરી હું પડયો જીવન ના જંગ માં રે
ભવસાગર કે Whatever ને પાર ઉતરવા
હરિબરિ કોઇ ખપે નહિ બ્લ્યુ જીન્સ હરિનું નામ
જીનમાં ખાવું જીનમાં પીવું જીન માં રહેવું મસ્ત
અસ્ત પણ જીન માં થાવું, જીનમાં જાવું અમરાપર ને ઘામ
હવે બ્લ્યુ જીન્સ હરિ નું નામ

પટ માં ખુબ ઘુણાવે મારાં જીન્સ નઠારાં, આવે જ્યારે અંગમાં રે
અસ્ત્રશસ્ત્ર છોડી ને જીનનું વસ્ત્ર ઘરી હું પડયો જીવન ના જંગ માં રે
જપ ને નામે ફેઇડ થવું, તપ કરતાં ફાટી જાવું
જીન્સ આ મારા રામ બન્યાં છે એવાં, જેવા મીરા નાં ઘનશ્યામ
કામક્રોઘ મોહમાયામમતા ઇષ્યદ્રિષઅનીતિઇતિ તત્વો થી પર જીન્સ
મારા અંગત શંકર, કાલી, દુર્ગા, ચંડી, સાંઇ, ગુરુ સતનામ
એ મારા મીરા ના ઘનશ્યામ

મટી-રિયાલિટી છોડી ને જવું નહિ કોઇ immaterial સંત સમાગમ સંગમાં રે
અસ્ત્રશસ્ત્ર છોડી ને જીનનું વસ્ત્ર ઘરી હું પડયો જીવન ના જંગ માં રે

ઉપર નાં ડેનિમ અને ભીતરનાં છે ઘઉંવર્ણા
ગુરુ અને ગોવિંદ સમા બે સામાં ઉભાં કોને લાગું પાય ?
ઉપર નાં જિવાડે છે ભીતર નાં રોજ જગાડે
બલિહારી ભીતર ની જેણે ઉપર સહું નાં શેઇડ, સ્ટાઇલ ને શેઇપ દિયા દિખાય

આમ જુઓ તો જલારામ ના જેવા પરચા, શકિત એવી જેવી છે બજરંગ માં રે
એમ રંગાયો છું હું ડેનિમ રંગ માં રે !

-ચંદ્રકાન્ત શાહ

Advertisements

Responses

  1. Malji;
    aabhaar
    Chandrakant Shah
    Boston USA

  2. the new terminology in your poem is indeed a new experience in contemptory gujarati poem.excellent!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: